બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સૂમસામ રોડ પર મોપેડ યુ-ટર્ન લીધું એવા ફંગોળ્યા, કચ્છમાં અકસ્માતનો હૈયું કંપાવતો વીડિયો
Last Updated: 11:27 AM, 7 October 2025
કચ્છ: જિલ્લામાં વધુ એક વખત બેફામ રફ્તારનો ભોગ કોઈ નિર્દોષ નાગરિકો બન્યા છે. મુંદ્રા-બારોઈ રોડ પર ગુરુવારની સવારના સમયે એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક ઈકો કાર ચાલકે પૂરપાટ ઝડપે જતી કારથી યુ-ટર્ન લેતા મોપેડ સવાર યુવક અને બાળકને ટક્કર મારી નાસી છૂટ્યો હતો.
ADVERTISEMENT

પ્રાથમિક માહિતી મુજબ, મોપેડ પર સવાર યુવક તેની સાથે એક નાનું બાળક લઇને યુ-ટર્ન લઈ રહ્યો હતો. આ દરમિયાન પુર ઝડપે આવતી ઈકો કારનો ચાલક નિયંત્રણ ગુમાવી તેમના મોપેડ સાથે ધડાકાભેર ટકરાયો. અકસ્માત એટલો વિકટ હતો કે મોપેડ પર સવાર બન્ને વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ADVERTISEMENT

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
ADVERTISEMENT
આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે. ટક્કર પછી ઈકો કાર ચાલક વિલંબ ન કરતા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. હાલ ઘાયલ યુવક અને બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમનું સારવાર ચાલુ છે.
આ પણ વાંચોઃ સિંહ દર્શન માટે સાસણ સફારી પાર્ક આજથી ખુલ્લો, દિવાળી વેકેશનનું બુકિંગ ફૂલ, જાણો સમયથી લઈ ચાર્જ સુધીની વિગતો
ADVERTISEMENT
મુંદ્રા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી કાર ચાલકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે. સ્થાનિકોએ અકસ્માતબાબત રોષ વ્યક્ત કર્યો હતો અને માંગ કરી છે કે માર્ગ પર સ્પીડ બ્રેકર્સ અને સાવચેતીના પગલાં લેવા જોઈએ જેથી આવી ઘટનાનો પુનરાવર્તન ન થાય.
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.