બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સિંહ દર્શન માટે સાસણ સફારી પાર્ક આજથી ખુલ્લો, દિવાળી વેકેશનનું બુકિંગ ફૂલ, જાણો સમયથી લઈ ચાર્જ સુધીની વિગતો
Last Updated: 09:28 AM, 7 October 2025
સાસણ ગીર નેશનલ પાર્કને લઈને આ નવા નિર્ણયથી પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. જીલ્લા વન વિભાગ દ્વારા સફારીની શરૂઆત એક સપ્તાહ પહેલાં કરવામાં આવતાં હવે પ્રવાસીઓ વધુ સમયગાળા માટે ગીરની કુદરતી સમૃદ્ધિ અને એશિયાઈ સિંહોનો માણવો માણી શકે છે. જો તમે ગીરની સફારી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો સમયસર ઓનલાઈન બુકિંગ કરાવી લેવું મહત્વપૂર્ણ છે, કારણ કે ટિકિટોની સંખ્યા મર્યાદિત હોય છે. વધુમાં, સત્તાવાર વેબસાઈટ પર ટાઈમ સ્લોટ, દરખાસ્તી નિયમો અને માર્ગદર્શક સેવાઓ અંગેની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે.
ADVERTISEMENT

સફારી પાર્ક વહેલો કેમ ખુલ્લો મુકાયો?
ADVERTISEMENT
વન વિભાગના અધિકારી મોહન રામના જણાવ્યા અનુસાર, આદેશને આધારે હવે ગીર નેશનલ સફારી પાર્ક તેમજ રાજ્યના અન્ય તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ્યો 7 ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન ગીર અભ્યારણ્ય બંધ રાખવામાં આવે છે. કારણ કે આ સમય દરમિયાન ચોમાસાની ઋતુ હોય છે. આ વર્ષે 7 ઓક્ટોબરથી જ પ્રવાસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

ADVERTISEMENT
આ વર્ષે ચોમાસું વહેલું પૂર્ણ થતાં, પ્રવાસન ક્ષેત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે. વન વિભાગે વસવાટ કરનારા પ્રાણીઓની સલામતી તથા પ્રવાસીઓના ઘસારાને ધ્યાનમાં રાખી પાર્ક સમય કરતાં પહેલો ખુલ્લો મુકવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ, વન્યજીવ સપ્તાહની ઉજવણીને વધુ અર્થસભર બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જેમ કે માહિતી પ્રસારણ શિબિરો, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસો અને નેટિવ ગાઇડ્સ દ્વારા પ્રકૃતિ વિહારો.

ADVERTISEMENT
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણની મુલાકાત લેશે
વન વિભાગના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગીર સફારી પાર્ક વહેલો ખોલવા પાછળ એક મોટું કારણ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંભવિત કાર્યક્રમ 10 અને 11 ઓક્ટોબર દરમિયાન ગીર જંગલની બે દિવસીય મુલાકાત લેવાનો બની રહ્યો છે. સંભવિત પ્રોટોકોલ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સત્તાધીશો દ્વારા પાર્ક વહેલો ખુલ્લો મુકવાનો નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT

વન વિભાગની વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ
ADVERTISEMENT
અધિકારી મોહન રામે વધુમાં જણાવ્યું હતું કે, સિંહ દર્શન માટે આવતા તમામ પ્રવાસીઓ વન વિભાગની સત્તાવાર વેબસાઈટ https://girlion.gujarat.gov.in પરથી તમામ જરૂરી માહિતી મેળવી શકે છે અને સિંહ દર્શન માટેનું ઓનલાઈન બુકિંગ પણ ત્યાંથી જ કરાવી શકશે. વહેલો પાર્ક ખુલવાથી પ્રવાસીઓને દિવાળીના તહેવારો પહેલાં જ સિંહ દર્શનનો લાભ મળશે.
આ પણ વાંચોઃ ખેડૂતો માટે માઠા સમાચાર, ‘શક્તિ’ વાવાઝોડું ટળ્યું પણ છોતરાં કાઢે તેવા વરસાદની આગાહી
અલગ-અલગ ભાષાના તાલીમબદ્ધ ગાઈડ મૂક્યા
સાસણ ગીર નેચર સફારી પાર્કની જેમ જ જૂનાગઢ નજીક આવેલો ગિરનાર સફારી પાર્ક પણ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વન વિભાગે પ્રવાસીઓને પર્યાવરણ વિશે પુરતી માહિતી મળી રહે તે માટે અલગ-અલગ ભાષાના તાલીમબદ્ધ ગાઈડ પણ મુકવામાં આવ્યા છે. જેથી પ્રવાસીઓ પોતાની પસંદગી મુજબ ગાઈડ પસંદ કરી જંગલની માહિતી મેળવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.