બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખેડૂતો માટે માઠા સમાચાર, ‘શક્તિ’ વાવાઝોડું ટળ્યું પણ છોતરાં કાઢે તેવા વરસાદની આગાહી
Last Updated: 10:32 AM, 7 October 2025
આણંદના પેટલાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.
ADVERTISEMENT
આણંદ જિલ્લામાં વરસાદનું આગમન થયું
ચોમાસાના વિદાય સમયે આણંદ જિલ્લામાં વરસાદનું આગમન થયું હતુ. મોડી રાત્રે ગાજવીજ સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કરમસદ, વલ્લભવિદ્યાનગર, બાકરોલ, જીટોડીયા, ચિખોદરા સહિત અનેક ગામમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
ADVERTISEMENT
7 ઓક્ટોબર થી લઈને 12 ઓક્ટોબર દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદ રહેશે
ADVERTISEMENT
ગુજરાતના દરિયાકાંઠે શક્તિ નામનું વાવાઝોડું ની શંકા છે ત્યારે રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 6 દિવસ 7 ઓક્ટોબર થી લઈને 12 ઓક્ટોબર દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદ રહેશે. પશ્ચિમમધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર ચક્રવાતી વાવાઝોડું શક્તિ છેલ્લા 03 કલાક દરમિયાન વ્યવહારીક રીતે સ્થિર રહ્યું હતું, અને આજે 6 ઓક્ટોબર, 2025 ના રોજ ભારતીય સમય મુજબ મસીરાહ (ઓમાન) થી લગભગ 210 કિમી દક્ષિણપૂર્વમાં, રાસ અલ હદ્દ (ઓમાન) થી 310 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, અલ-ગૈદાહ (યમન) થી 970 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, કરાચી (પાકિસ્તાન) થી 900 કિમી દક્ષિણપશ્ચિમમાં, દ્વારકાથી 940 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં અને નલિયાથી 960 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત હતું. શક્તિ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીવત જોવા મળશે.

ADVERTISEMENT
ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી
આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 6 થી 8 ઓક્ટોબર દરમ્યાન રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે. શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે. વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. વાવાઝોડું દરિયામાં સમાઈ જાય અથવા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે.
ADVERTISEMENT
અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે
ADVERTISEMENT
સૌરાષ્ટ્રના દરિયા કિનારે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં વરસાદ થઈ શકે છે. બંગાળ ઉપસાગરના ભેજ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ લાવશે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પણ થશે કફ સીરપની તપાસ, આરોગ્ય મંત્રીએ આપ્યો કડક આદેશ
18 થી 30 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે
તહેવારોના સમયમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 18 થી 30 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.