બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં પણ થશે કફ સીરપની તપાસ, આરોગ્ય મંત્રીએ આપ્યો કડક આદેશ
Gujarat News: મધ્યપ્રદેશના છિંદવાડા અને રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં કફ સીરપના કારણે અનેક બાળકોના મોત થયા છે. મધ્યપ્રદેશમાં 16 બાળકોના પર પહોંચી ગયો છે, ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રીએ પણ આ મામલાને ગંભીરતાને લઈને તપાસના આદેશ આપ્યા છે.
ADVERTISEMENT
મધ્યપ્રદેશમાં કફસિરપથી બાળકોના મો*ત પછી ગુજરાત સરકાર એલર્ટ, રાજ્યની 500થી વધુ કંપનીઓમાં તપાસ થશે#MadhyaPradesh #rushikeshpatel #CoughSyrupRow #CoughSyrup #GujaratGoverment #Gujarat #Gujaratinews #VTVDigital pic.twitter.com/DO1WuTQi1q
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 6, 2025
ADVERTISEMENT
કફ સીરપ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે જણાવ્યું હતું કે, રાજ્યામાં 529 કંપનીઓ કફ સીરપ બનાવે છે. તમામ કંપનીઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બાળકોની કફ સીરપ કઈ રીતે આપવું તેને લઈ બ્રેઈન સ્ટોર્મિંગ થઈ રહ્યું છે.કેન્દ્ર સરકાર દ્વારા સૂચનાઓના આધારે કાર્યવાહી કરવામાં આવશે.નોંધનીય છે કે, આ આદેશનો હેતુ ગુજરાતમાં વેચાતા કફ સીરપની ગુણવત્તા અને સલામતી ચકાસવાનો છે.

ADVERTISEMENT
નોધનીય છે કે, અગાઉ કેન્દ્રીય આરોગ્ય સચિવે રવિવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને તમામ અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું હતું કે, 'તમામ દવા કંપનીઓ સંશોધિત Schedule Mના નિયમોનું કડકાઈથી પાલન કરે, નહીંતર તેમના લાઇસન્સ રદ કરી દેવામાં આવશે.'
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, સામે આવ્યું મસમોટું કૌભાંડ, મચ્યો હડકંપ
ADVERTISEMENT
મધ્ય પ્રદેશના છિંદવાડાના પરાસિયા વિસ્તારમાં વાયરલ તાવની સારવાર માટે સ્થાનિક ડૉક્ટરની સલાહ મુજબ બાળકોને સીરપ આપવામાં આવી હતી, ત્યારબાદ તેમની તબિયત લથડી હતી. અનેક બાળકોને છિંદવાડા અને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે કફ સીરપ જીવલેણ નીકળી હતી અને અનેક માતા-પિતાએ પોતાના વ્હાલ સોયા ગુમાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.