બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, સામે આવ્યું મસમોટું કૌભાંડ, મચ્યો હડકંપ
Last Updated: 01:18 PM, 6 October 2025
બોટાદ: શહેરના નવા માર્કેટિંગ યાર્ડમાં કપાસ ખરીદી દરમ્યાન થયેલી અનિયમિતતા મામલે ભારે ચર્ચા સર્જાઈ છે. મળતી માહિતી મુજબ, એક વેપારીએ ખેડૂત પાસેથી કપાસ 1380 રૂપિયાના ભાવથી ખરીદ્યો હતો, પરંતુ ત્યારબાદ મિલ પર લઈ જતાં કપાસમાં ભેજ હોવાનો દાવો કર્યો અને કપાસની કિંમતમાંથી સીધા 80 રૂપિયા કપાઈ લીધા હતા.
ADVERTISEMENT
વેપારી અને ખેડૂત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ
આ ઘટનાને લઈ વેપારી અને ખેડૂત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોએ સ્થાનિક ખેડૂત સમાજ અને વ્યાપારી વર્તુળોમાં તોફાન મચાવ્યું છે.
ADVERTISEMENT
ચેરમેન દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી
ADVERTISEMENT
વિશેષમાં, ફરિયાદને ગંભીરતાથી લેતાં APMCના ચેરમેન દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. બોટાદના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત આ બેઠકમાં તમામ વેપારીઓ અને કમિશન એજન્ટોને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
અમરેલી જિલ્લાના તોરી ગામમાં કપાસની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો સાથે ભારે ગરમાગરમ સ્થિતિ સર્જાઈ છે. ગામના ખેડૂતો અને આગેવાનો દ્વારા એક મોટો વિવાદ ઊભો થયો છે જેમાં દલાલો અને મજૂરો દ્વારા કપાસની વધુ માપે ખરીદી કરવામાં આવી હોવાનું ગંભીર આરોપ મૂકાયો છે.
વિરોધનો મૂળ બનાવ એવો છે કે, એક ખેડૂતની ગાડીમાંથી 15 મણ વધુ કપાસ ઉપાડવામાં આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોવા મળતા મામલો ગરમાયો છે અને ગામના સરપંચ સહિત અન્ય ખેડૂત આગેવાનો પણ પહોંચી ગયા હતા.
ADVERTISEMENT

CCTV ફૂટેજમાં ઝડપાયું ગેરકાનૂની પ્રવૃત્તિ
ADVERTISEMENT
ગામના વેપારીઓ ટ્રક ખાલી આવી રહી હોવાનું દાવો કરતા હતા, પરંતુ ગામના લોકોએ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાયું કે ટ્રક પહેલા જ ભરેલી આવી રહી હતી. આથી કપાસની ચોરીમાં દલાલ કે મજૂરોની સંડોવણી હોવાનું શંકાસ્પદ વાતાવરણ ઊભું થયું છે.
આ પણ વાંચોઃ જામ ખંભાળિયા ખાતે ઈદના જુલુસમાં પેલેસ્ટાઈનના ફ્લેગ દેખાતા વિવાદ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
વેપારીઓ મૌન, ગ્રામજનો સજાગ
અહેવાલ મળ્યા મુજબ, ઘટના બાદ છેલ્લા બે દિવસથી વેપારીઓ દ્વારા કોઈ પ્રકારનો જવાબ કે ખુલાસો આપવામાં આવ્યો નથી. બીજી તરફ ગ્રામજનો અને ખેડૂત સમાજ ખૂબ સજાગ બન્યો છે અને આગળ કાયદેસર પગલા લેવા માટે તૈયારી બતાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.