બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામ ખંભાળિયા ખાતે ઈદના જુલુસમાં પેલેસ્ટાઈનના ફ્લેગ દેખાતા વિવાદ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

દ્વારકા / જામ ખંભાળિયા ખાતે ઈદના જુલુસમાં પેલેસ્ટાઈનના ફ્લેગ દેખાતા વિવાદ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

Last Updated: 11:55 AM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાના જામ ખંભાળિયામાં ઈદના જુલુસમાં પેલેસ્ટાઈનના ફ્લેગ દેખાયા હતા. આ સમગ્ર મામલે જામ ખંભાળિયા પોલીસે ગુનો નોંધ્યો હતો.

જામખંભાળિયા: ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે જામખંભાળિયામાં આયોજન કરવામાં આવેલા જુલુસ દરમિયાન વિવાદાસ્પદ ઘટના બની હતી, જેમાં કેટલાક શખ્સો પેલેસ્ટાઇનના ધ્વજ લહેરાવતા જોવા મળ્યા. આ મામલે પોલીસે એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધતા વધુ તપાસ શરૂ કરી છે.

જુલુસ દરમિયાન પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, આમદ અબ્દુલ રૂખડા નામના શખ્સે ઈદના જુલુસ દરમિયાન પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવ્યો હતો અને નારા લગાવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેની આધારે જામખંભાળિયા પોલીસ સ્ટેશને સામાજિક શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર આમદ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

ફ્લેગ લહેરાવતા તણાવનો માહોલ સર્જાયો

ઈદના દિવસે શહેરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને શાંતિપૂર્વક જુલુસ યોજાયો હતો. પરંતુ આ ઘટનાથી કેટલાક સમય માટે તણાવનું માહોલ સર્જાયો હતો. જો કે, પોલીસ અને સ્થાનિક સમૂદાયના સહયોગથી સ્થિતિ ઝડપથી નિયંત્રણમાં લેવામાં આવી હતી.

પોલીસે આપ્યું નિવેદન

જામખંભાળિયા પોલીસના જણાવ્યા અનુસાર, જુલુસ દરમિયાન જે વ્યક્તિએ વિદેશી ધ્વજ લહેરાવ્યો અને સુત્રોચાર કર્યા હતા. તે વિરુદ્ધ IPC હેઠળ સામાજિક શાંતિ ભંગ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ, લોન્ડ્રી વિભાગ બળીને ખાખ, જાણો અપડેટ

સ્થાનિક તંત્રની અપીલ

સ્થાનિક પ્રશાસને લોકો ને શાંતિ જાળવવા અને કોઇપણ પ્રકારની અફવાને ન ફેલાવવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, આવા કૃત્ય જેનાથી સામાજિક સદભાવને નુકસાન થાય, તે સામે કડક પગલાં લેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

dwarka news Jam Khambhaliya Eid Procession
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ