બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ, લોન્ડ્રી વિભાગ બળીને ખાખ, જાણો અપડેટ
Last Updated: 10:33 AM, 6 October 2025
અમદાવાદ શહેરની પ્રસિદ્ધ એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની છે. ઘટનાને લઈને હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓમાં થોડો સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ સમયસૂચક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
ADVERTISEMENT

ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે
ADVERTISEMENT
આગ લાગ્યાની જાણ થતાંજ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તરતજ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી ટૂંકા સમય અંદર જ આગ પર કાબૂ મેળવી લીધો. શરુઆતની માહિતી અનુસાર આગનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે, જે લોન્ડ્રી વિભાગમાં આવેલા કપડાંમાં લાગેલી હોવાનું જણાઈ રહ્યું છે.

ADVERTISEMENT
હાલ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી
હાલ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને આગ માત્ર લોન્ડ્રી વિભાગ સુધી મર્યાદિત રહી, તેથી હોસ્પિટલની અન્ય સેવા પર કોઇ અસર ન થઈ. આગળની તપાસ માટે એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ વિભાગની ટીમ સ્થળ પર તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT

સોનોગ્રાફી રૂમમાં AC માં લાગી હતી આગ
ADVERTISEMENT
સુરતમા નિર્મલ હોસ્પિટલમાં આગની ઘટના બનવા પામી હતી. નિર્મલ હોસ્પિટલના ત્રીજા માળે આગ લાગી હતી. મજુરા ગેટ વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં આગ લાગતા હોસ્પિટલના ડોક્ટરો તેમજ દર્દીઓમાં દોડાદોડ થઈ જવા પામી હતી. સોનોગ્રાફી રૂમમાં એસીમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી.
આ પણ વાંચોઃ શક્તિ'એ લીધો યુટર્ન! વાવાઝોડું તો ગુજરાત તરફ આવી રહ્યું છે, દ્વારકાથી બસ આટલા જ કિમી દૂર
ADVERTISEMENT
ગત રોજ અમદાવાદની અન્ય એક હોસ્પિટલમાં પણ આગ લાગી હતી
અમદાવાદના પાલડી વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પાલડીમાં બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. કોચરબ આશ્રમ સામે આવેલ વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. અંદાજે 10 જેટલા બાળકો હોસ્પિટલમાં દાખલ હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે. જો કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.