બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારી બાદ હવે વિરમગામના લોકમેળામાં રાઇડ તૂટી, તંત્ર પર ઉઠ્યાં અનેક સવાલ

દુર્ઘટના / નવસારી બાદ હવે વિરમગામના લોકમેળામાં રાઇડ તૂટી, તંત્ર પર ઉઠ્યાં અનેક સવાલ

Priykant Shrimali

Last Updated: 12:50 PM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viramgam Ride Accident : મેળામાં લગાવવામાં આવેલી એક મોજમસ્તી રાઈડ "સેલંબો" અચાનક તૂટી પડતાં યુવકને ઈજા પહોંચી, ગઇકાલે નવસારીમાં પણ બની હતી દુર્ઘટના

Viramgam Ride Accident : નવસારી બાદ હવે વિરમગામમાં લોકમેળામાં રાઈડ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં વિરમગામના એમ.જે. હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા લોકમેળામાં મંગળવારે દુર્ઘટનાની ઘટના સામે આવી છે. મેળામાં લગાવવામાં આવેલી એક મોજમસ્તી રાઈડ "સેલંબો" અચાનક તૂટી પડતાં વિનીત રાવલ નામના યુવકને ઈજા પહોંચી હતી.

દુર્ઘટનાના પગલે યુવકને તરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર ન હોવાનું જાણવા મળે છે, પરંતુ આ ઘટના બાદ લોકમેળાની વ્યવસ્થા અને સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા થયા છે. આ અગાઉ નવસારીમાં પણ આવા પ્રકારની દુર્ઘટના થઈ હતી. ત્યારબાદ ફરીથી વિરમગામમાં આવી ઘટના બનવી એ તંત્ર માટે ચિંતા અને શરમજનક બાબત ગણી શકાય.

વિરમગામના એમ.જે. હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા લોકમેળામાં બનેલ દુર્ઘટનામાં એક યુવક ઇજાગ્રસ્ત બન્યો છે. મહત્વનું છે કે, મેળા જેવી ભીડવાળી જગ્યાઓએ લાગતી રાઈડ્સ માટે તંત્ર દ્વારા તકેદારી અને ચકાસણી એ જરૂરી પગલું છે.

જોકે આ ઘટના બાદ હવે હવે પ્રશ્ન એ છે કે, તંત્રે આ રાઈડને મંજૂરી આપવા પૂર્વે યોગ્ય ઇન્સ્પેક્શન કર્યું હતું કે નહીં? જો તપાસ કરવામાં આવી હતી તો આ તૂટવાની ઘટના કેમ બની? મેળા શરૂ થવાને પહેલા સુરક્ષા સાધનોની ગુણવત્તા અને તેમની સ્થિતિ તપાસવી એ તંત્રની મુખ્ય જવાબદારી હોય છે. છતાં આવી ગંભીર ખામી સાબિત કરે છે કે કોઈ ને કોઈ સ્થરે કચાશ રહી છે. આવા બનાવો માત્ર યુવકના ઇજાગ્રસ્ત થવાથી જ નહીં પણ અનેક નિર્દોષો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

VTVના સળગતા સવાલ

  • લોકમેળો શરૂ થયો તે પહેલાં તંત્રએ શું કર્યું?
  • શું તંત્ર એ કોઈ પણ જાતની ચકાસણી કર્યા વિના મંજૂરી આપી?
  • જો તંત્રએ ચકાસણી કરી હતી તો આ બનાવ કેમ બન્યો?
  • તંત્રએ ચેકિંગમાં કંઈ જગ્યાએ કચાશ રાખી?

આ પણ વાંચો : સરસ્વતી નદીમાં ઘોડાપૂર, માધવરાયજી મંદિર જળમગ્ન, ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

નવસારીમાં પણ બની હતી આવી જ દુર્ઘટના

નવસારીના બીલીમોરામાં સોમનાથ મેળો ભરાયો હતો. મેળાની તેમજ રાઈડની મજા માણવા અનેક લોકો મેળામાં આવતા હોય છે. બીલીમોરામાં ભરાયેલ મેળામાં અચાનક એક રાઈડ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. આ બાબતની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરતા ફાયર વિભાગ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો : સાતમ-આઠમના મેળા દરમ્યાન રાઇડ તૂટતા બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત, કેમેરામાં કેદ ખૌફનાક Live દ્રશ્યો

ગણદેવીનાં સોમનાથ મેળામાં રાઈડ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. તેમજ રાઈડ તૂટતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. રાઈડ ચાલુ હતી તે દરમ્યાન અચાનક તૂટી પડતા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં 2 બાળકો, મહિલા અને રાઈડ ઓપરેટરને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂ કરી છે. તેમજ બીલીમોરા પોલીસે દુર્ઘટનાને પગલે હાલ તમામ રાઈડ બંધ કરાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

folk fair ride breakdown Viramgam ride accident
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ