બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સાતમ-આઠમના મેળા દરમ્યાન રાઇડ તૂટતા બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત, કેમેરામાં કેદ ખૌફનાક Live દ્રશ્યો

કોણ જવાબદાર / સાતમ-આઠમના મેળા દરમ્યાન રાઇડ તૂટતા બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત, કેમેરામાં કેદ ખૌફનાક Live દ્રશ્યો

Last Updated: 10:31 AM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ગુજરાતમાં ભરાતા લોકમેળામાં દુર્ઘટના થતા 5 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં રાઈડ સંચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો.

શ્રાવણ મહિનામાં અલગ અલગ જિલ્લાઓમાં મેળો ભરાતો હોય છે. નવસારીના બીલીમોરામાં સોમનાથ મેળો ભરાયો હતો. મેળાની તેમજ રાઈડની મજા માણવા અનેક લોકો મેળામાં આવતા હોય છે. બીલીમોરામાં ભરાયેલ મેળામાં અચાનક એક રાઈડ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. આ બાબતની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરતા ફાયર વિભાગ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી.

પોલીસે દુર્ઘટનાને લઈ તમામ રાઈડ બંધ કરાવી

ગણદેવીનાં સોમનાથ મેળામાં રાઈડ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. તેમજ રાઈડ તૂટતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યોહતો. રાઈડ ચાલુ હતી તે દરમ્યાન અચાનક તૂટી પડતા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં 2 બાળકો, મહિલા અને રાઈડ ઓપરેટરને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂ કરી છે. તેમજ બીલીમોરા પોલીસે દુર્ઘટનાને પગલે હાલ તમામ રાઈડ બંધ કરાવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી રેડ-ઓરેન્જ અને યલો એલર્ટ, છેક કચ્છથી લઇને વલસાડ સુધી કરશે મેઘમહેર

બીલિમોરા ખાતે સોમનાથના મેળામાં રાઈડ તૂટી

નવસારીના બીલિમોરા ખાતે સોમનાથ મેળામાં કોર્પોરેશન દ્વારા રાઈડની એસઓપીનું પાલન કરવા સહિતની મંજૂરી આપવામાં આવતી હોય છે. ઘણી વખત રાઈડની તપાસ પણ તંત્ર દ્વારા કરવામાં ન આવતા દુર્ઘટના સર્જાય છે. જેમાં રાઈડ તૂટી જતા લોકો જીવ ગુમાવે છે અથવા તો ઈજાગ્રસ્ત થતા હોય છે. મેળા સંચાલકો પણ રૂપિયા કમાવવાની લ્હાયમાં રાઈડ સંચાલકોને મંજૂરીઆપી દેતા હોય છે. રાઈડ સંચાલકો પણ રાઈડનું મેઈન્ટેનન્સ પણ કરતા હોતા નથી. જેથી મોટી દુર્ઘટના સર્જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bilimora folk fair folk fair accident Navsari news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ