ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવેથી શ્વાનને ખોરાક આપ્યો તો...! ગુજરાતની જાણીતી યુનિવર્સિટીએ લીધો મહત્વનો નિર્ણય

એક્શન / હવેથી શ્વાનને ખોરાક આપ્યો તો...! ગુજરાતની જાણીતી યુનિવર્સિટીએ લીધો મહત્વનો નિર્ણય

Published By: Priykant Shrimali

Last Updated: 12:31 PM, 26 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ban on feeding dogs : વધતા શ્વાનના હુમલા વચ્ચે આ યુનિવર્સિટીની કડક કાર્યવાહી, કેમ્પસમાં શ્વાનને ખોરાક ખવડાવવા પર... અહીં ક્લિક કરી જાણો તમામ વિગતો

ADVERTISEMENT

Ban on feeding dogs : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાતા યુનિવર્સિટી તંત્ર સક્રિય થયું છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ અને કડક નિર્ણય જાહેર કર્યો છે.

સુપ્રીમ કોર્ટના તાજેતરના માર્ગદર્શક આદેશોને અનુરૂપ યુનિવર્સિટીએ કેમ્પસમાં શ્વાનને ખોરાક ખવડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. હવે જો કોઈપણ વ્યક્તિ કેમ્પસ વિસ્તારમાં શ્વાનને ખોરાક ખવડાવતી દેખાશે, તો તેની સામે તરત જ કાર્યવાહી કરવામાં આવશે.

સિક્યુરિટી એજન્સી પર પણ આવશે કાર્યવાહી

યુનિવર્સિટી તંત્રએ સુરક્ષા વ્યવસ્થામાં કામ કરતી સિક્યુરિટી એજન્સીને પણ સખત ચેતવણી આપી છે. જો કેમ્પસમાં પ્રતિબંધ હોવા છતાં શ્વાનોને ખોરાક અપાતો જોવા મળશે તો તેની જવાબદારી સિક્યુરિટી એજન્સી પર રહેશે અને તેના પર દંડ ફટકારાશે. કેમ્પસમાં વધતી શ્વાન એટેકની ઘટનાઓને રોકવા માટે યુનિવર્સિટી એજન્સીને સ્પષ્ટ આદેશ આપી ચૂકી છે કે તેઓ નિયમોનું કડક પાલન કરાવે, નિયમ તોડનારની જાણ કરે અને સુરક્ષા તંત્રની કામગીરી વધુ મજબૂત બનાવે.

આ પણ વાંચો : એન્જિનયર સહિત 4ના મોત, રોડ રોલર સાથે ટ્રેલર ટકરાતા હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત

વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા

વારંવાર થતી શ્વાન એટેકની ઘટનાઓથી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને હોસ્ટેલ વિસ્તાર અને લાઇબ્રેરી નજીક શ્વાનોની અવરજવર સતત વધી રહી હતી. આ પરિસ્થિતિને કાબુમાં લેવા યુનિવર્સિટીએ આ પગલું ફરજિયાત રીતે લીધું હોવાનું તંત્રનું નિવેદન છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dog attack Saurashtra University Ban on feeding dogs

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ