ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એન્જિનયર સહિત 4ના મોત, રોડ રોલર સાથે ટ્રેલર ટકરાતા હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત
Last Updated: 12:12 PM, 26 November 2025
ADVERTISEMENT
Sabarkatha Accident : સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે-48 પર હિંમતનગર નજીક આવેલા GIDC બ્રિજ પર ગુરુવારે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. માર્ગ સુધારણા માટે ચાલી રહેલા કાર્ય દરમ્યાન ટ્રેલર અને રોડ રોલર વચ્ચે જોરદાર અથડામણ થતા ચાર લોકોનો દુર્ભાગ્યે મોત થયો છે.
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો મુજબ NH-48 પર ખાડા પુરવાનું કામ ઝડપ સાથે ચાલી રહ્યું હતું. રાત્રિના સમયે ટ્રાફિક ઓછું રહેતું હોવાથી મજૂરો અને ટેક્નિકલ સ્ટાફ બ્રિજ પર કાર્યરત હતા. આ તરફ જ્યારે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક ઝડપથી આવી રહેલા ટ્રેલરે રોડ રોલરને ભરચક ટક્કર મારી હતી. આ અથડામણ એટલી ગંભીર હતી કે, સ્થળ પર જ ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં માર્ગ નિર્માણ એજન્સીના એક ઇજનેર અને એક શ્રમિકનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત પ્રવાસે, આ કાર્યક્રમોમાં રહેશે હાજર
અકસ્માતની જાણ થતાં જ હિંમતનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હાઈવે પર થોડોક સમય ટ્રાફિક રોકી તાત્કાલિક રાહતકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે અકસ્માત અંગેની વધુ તપાસ શરૂ કરી છે અને ટ્રેલરચાલકની ભૂલ તથા અન્ય સંભાવિત કારણોને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT