ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત પ્રવાસે, આ કાર્યક્રમોમાં રહેશે હાજર

અમદાવાદ / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત પ્રવાસે, આ કાર્યક્રમોમાં રહેશે હાજર

Published By: Priykant Shrimali

Last Updated: 10:48 AM, 26 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે, અહીં જાણો તમામ કાર્યક્રમની વિગતો

ADVERTISEMENT

Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વિગતો પ્રમાણે આગામી 5 થી 7 ડિસેમ્બર દરમિયાન તેઓ અમદાવાદમાં રહેશે અને વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. નોંધનીય છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાં આ પ્રવાસને રાજકીય રીતે પણ ખુબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

આ પ્રવાસ દરમિયાન અમિત શાહ કુલ 1500 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ ગુજરાતીઓને આપશે. શહેરનાં અનેક વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર સુવિધાઓ અને શહેરી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમજ અમદાવાદમાં અમિત શાહની એક વિશાળ મહાસભા પણ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો, થઈ શકે છે મોટું એલાન

સૂત્રોનું માનીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ પહેલેથી જ તૈયારી શરૂ કરી દીધી છે. અમિત શાહનો આ ત્રણ દિવસનો પ્રવાસ માત્ર વિકાસકાર્યો પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ આગામી ચૂંટણી માટે પાર્ટીની ગતિશીલ કામગીરીને પણ નવી દિશા આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Amit Shah Gujarat Union Home Minister

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ