ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો, થઈ શકે છે મોટું એલાન

મહત્વના સમાચાર / ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો, થઈ શકે છે મોટું એલાન

Published By: Priykant Shrimali

Last Updated: 10:24 AM, 26 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાત માટે એક એવો દિવસ છે, જે રાજ્યના ખેલ ઇતિહાસને નવી દિશા આપી શકે છે, સાંજ સુધી એવી મોટી જાહેરાત થવાની છે, જે આખા દેશમાં ઉત્સાહનો માહોલ સર્જી દેશે, જાણો અહીં એક જ ક્લિકમાં

ADVERTISEMENT

2030 Commonwealth Games : આજનો દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે 2030 કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાવાની છે તેનો નિર્ણય આજે થવાનો છે. સમગ્ર વિશ્વની નજર હાલમાં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી આ મહત્વપૂર્ણ બેઠક પર ટકેલી છે, જ્યાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનની જનરલ એસેમ્બલી મળી રહી છે. આ એસેમ્બલીમાં જ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન દેશ અને સ્થળ અંગેનો અંતિમ નિર્ણય લેવાશે.

ગુજરાત માટે આનંદની વાત એ છે કે, અમદાવાદ આ રેસમાં ખૂબ જ મજબૂત દાવેદાર ગણાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકારે આ ગેમ્સ માટે તૈયારીઓ અને જરૂરી પ્રેઝન્ટેશન પર ખાસ ધ્યાન આપ્યું છે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટેડિયમ અને અનુભવી આયોજન ક્ષમતાને કારણે અમદાવાદની પસંદગી થવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આજની જનરલ એસેમ્બલીમાં ગુજરાત સરકાર તરફથી ઉપસ્થિત રહેવા માટે ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ગ્લાસગો પહોંચ્યા છે. તેમની સાથે કેન્દ્રીય ઓલિમ્પિક કમિટિના મહત્વના સભ્યો તથા ભારતીય સ્પોર્ટ્સ ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. આ પ્રતિનિધિમંડળ આજે ગેમ્સ માટે ગુજરાતે કરેલી તૈયારીઓ અને વ્યવસ્થાઓ અંગે વિગતો રજૂ કરશે તેમજ ભારતની દાવેદારીને વધુ મજબૂત બનાવવા પ્રયત્ન કરશે.

આજે સાંજે થઈ શકે છે જાહેરાત

જનરલ એસેમ્બલીમાં આજે દિવસભર ચર્ચાઓ અને પ્રેઝન્ટેશનો ચાલ્યા બાદ મોડી સાંજ સુધી 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અંતિમ સત્તાવાર જાહેરાત થશે. આ જાહેરાત માટે આખો દેશ ખાસ કરીને ગુજરાત આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. જો અમદાવાદને યજમાની મળે તો ભારતને 2010 દિલ્હીની સફળ યજમાની બાદ ફરી એક મોટા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટનું ગૌરવ પ્રાપ્ત થશે.

આ પણ વાંચો : VIDEO: પાલતુ શ્વાનનો આતંક યથાવત, હવે મહિલા પર કર્યો હુમલો, બાદમાં ઘટ્યું આશ્ચર્યજનક

ગુજરાત સરકાર છેલ્લા ઘણા મહિનોથી આ આયોજન માટે વિવિધ સ્તરે સતત મહેનત કરી રહી છે. અમદાવાદમાં સાર્દર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ જેવી આધુનિક સુવિધાઓ, ટ્રાન્સપોર્ટ અને હોટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે જરૂરી તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ બધું મળીને અમદાવાદને એક શક્તિશાળી ઉમેદવાર બનાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

General Assembly Ahmebabad 2030 Commonwealth Games

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ