બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: પાલતુ શ્વાનનો આતંક યથાવત, હવે મહિલા પર કર્યો હુમલો, બાદમાં ઘટ્યું આશ્ચર્યજનક
Last Updated: 09:49 AM, 26 November 2025
Rajkot Pet Dog : રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલા સુરભી ફ્લેટમાં પાલતું શ્વાન અને તેના માલિકની દાદાગીરીનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. રોલેક્સ રોડ પર આવેલી આ સોસાયટીમાં બનનાર આ બનાવને કારણે રહીશો વચ્ચે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
મહિલા પર પાલતુ શ્વાનનો હુમલો
મળતી માહિતી મુજબ, સોસાયટીમાં રહેતી કિરણ વાઘેલા નામની મહિલાપર પાલતું શ્વાન હિંસક રીતે ઝંપલાવી પડ્યું હતું. શ્વાનની આ આક્રમક હરકતથી મહિલા ડરી ગઈ હતી અને તેણે શ્વાનના માલિકને પાલતુ પર નિયંત્રણ રાખવા અંગે સમજાવ્યું હતું.
ADVERTISEMENT
રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં આવેલી સુરભી પોસીબલ ફ્લેટમાં પાલતું શ્વાનનો આતંક
— Priykant Journalist (@Priykantnews) November 26, 2025
પાલતુ શ્વાને મહિલા પર હિંસક હુમલો કર્યો
મહિલાએ શ્વાન માલિકને ધ્યાન રાખવાનું કહેતા શ્વાન માલિકે મહિલાને લાફો માર્યો
શ્વાન માલિકની દાદાગીરી CCTVમાં કેદ #Rajkot #CCTV #PetDog #DogAttack #ViralVideo pic.twitter.com/buoTTsKlMl
શ્વાન માલિક દ્વારા મહિલા પર લાફાનો હુમલો
ADVERTISEMENT
જોકે સમજાવવાના બદલે શ્વાન માલિક પારૂલ ગોસ્વામીએ મહિલા સાથે ઉલટું અણઘડ વર્તન કર્યું હોવાનો આક્ષેપ છે. માહિતી પ્રમાણે પારૂલ ગોસ્વામીએ કિરણ વાઘેલાને લાફો માર્યો હતો. આ સમગ્ર ઘટનાCCTV કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

ADVERTISEMENT
અગાઉ પણ પોલીસમાં થઈ ચૂકી છે ફરિયાદ
સોસાયટીના રહીશોનો દાવો છે કે આ પહેલીવાર નહીં પરંતુ અગાઉ પણ પારૂલ ગોસ્વામી વિરુદ્ધ રહેવાસીઓએ પોલીસને ફરિયાદ કરી હતી. મૌખિક રજૂઆત દરમિયાન પારૂલે શ્વાનને કાબૂમાં રાખવાની ખાતરી આપી હોવા છતાં ફરી આવી ઘટના સર્જાઈ હોવાનો રહેવાસીઓનો આક્ષેપ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદમાં વાયરલે માઝા મુકી, હોસ્પિટલોમાં બાટલા અને ઘેર ઘેર દર્દીઓનાં ખાટલા
રહેશીઓ પર ધમકીઓનાં પણ આક્ષેપ
ADVERTISEMENT
સોસાયટીના કેટલાક સભ્યોના જણાવ્યા મુજબ, અગાઉની ફરિયાદ બાદ પારૂલ ગોસ્વામીએ કેટલાક 'માથાભારે તત્વોને' બોલાવી સોસાયટીના સભ્યોને ધમકાવ્યા હતા. આ કારણે રહીશો મહિલાના વર્તનથી સતત ત્રસ્ત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.