બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PSI તથા લોકરક્ષક ભરતીને લઈ ઉમેદવારો તૈયાર થઈ જાઓ, આ તારીખથી લેવાશે ફિઝિકલ ટેસ્ટ, આવી મોટી અપડેટ
Last Updated: 01:53 PM, 14 August 2024
ગાંધીનગર: ગુજરાત પોલીસમાં જોડવા માટે ઇચ્છુક અને આ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબરી સામે આવી છે. PSI કેડરમાં વિવિધ પદો માટે તથા લોકરક્ષક દળમાં ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT

ભરતી માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. ગુજરાત પોલીસમાં જોડવા માટેની તૈયારી કરી રહેલા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ 26 ઓગસ્ટથી ખુલશે. PSI તથા લોકરક્ષક દળમાં ભરતી માટે અરજી કરવા માટે પોર્ટલ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે. મળતી માહિતી અનુસાર, ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવાશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ‘VIP કાર પરથી લાલબત્તી દૂર કરો’, આદેશનું પાલન ન થતા ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ, આપ્યો 7 દિવસનો સમય
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર, OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલએ સ્પષ્ટતા કરી કે નવી CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.