બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં સ્પીડનો કહેર! ચાલકે કારના બોનેટ પર લઈ વ્યક્તિને ઉછાળ્યો, કંપારી છૂટાવતો VIDEO
Last Updated: 12:36 PM, 21 June 2025
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. બેફામ ડ્રાઈવિંગના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ જાય છે. ત્યારે ફરી એકવાર વડોદરામાં અકસ્માતની ઘટના બની છે. વડોદરામાં ફૂલ સ્પીડમાં જતી કારે એક વ્યક્તિને અડફેટે લીધો હતો.
ADVERTISEMENT
વડોદરાના પાણીગેટમાં ફૂલ સ્પીડમાં જતી કારે વ્યક્તિને અડફેટે લીધો
— Dinesh Chaudhary (@DineshNews_) June 21, 2025
બોનેટ સાથે અથડાઈને વ્યક્તિ નીચે પટકાયો
ઈજાગ્રસ્ત વિરુદ્ધ કારચાલકે કરી છે પોલીસ અરજી
વ્યક્તિ બ્લેકમેલ કરતો હોવાનો અરજીમાં ઉલ્લેખ pic.twitter.com/3VCwAWJxN6
ફૂલ સ્પીડમાં જતી કારે એક વ્યક્તિને અડફેટે લીધો
ADVERTISEMENT
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં અકસ્માતના સર્જાયો હતો. જ્યાં ફૂલ સ્પીડમાં જતી કારે એક વ્યક્તિને અડફેટે લીધો હતો. કારના બોનેટ સાથે વ્યક્તિ અથડાઈને નીચે પટકાયો હતો, જે સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેના પગલે ઈજાગ્રસ્ત વ્યક્તિએ કારચાલકને બ્લેકમેલ કરતો હોવાની પોલીસમાં અરજી કરાઈ છે. કારચાલકે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: 25,00,00,000 લોકો જોડાયા, અનેક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, કેવી રીતે ભવ્ય બન્યો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ?
નબીરાઓ બેફામ..!
ADVERTISEMENT
ચાર પૈડાની ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે. અને પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. વડોદરામાં ફરી એકવાર આવી જ ઘટના બની છે
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.