ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / પિતાએ કહ્યું, 'મોબાઈલની લત છોડી દે', તો દીકરાએ દુનિયા જ છોડી દીધી, સુરતનો હચમચાવતો કિસ્સો
Last Updated: 11:52 AM, 22 July 2025
ADVERTISEMENT
આજકાલના યુવાનોમાં મોબાઈલની લત જીવલેણ સાબિત થઈ રહી છે. ક્યારેક મોબાઈલની આદતમાં ઓનલાઈન દેવું વધી જાય છે, તો ક્યારેક મોબાઈલ ફોન વાપરવાની ના પાડવામાં આવે તો સગીર આપઘાત કરી લે છે, એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. સુરતના પાંડેસરામાં વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. મોબાઈલની લતમાં સગીરે જીવનનો ભોગ આપી દીધો. પિતાએ ભણવામાં ધ્યાન આપવાનું કહેતા દીકરાને માઠુ લાગ્યું. 12માં ધોરણમાં ભણતા 17 વર્ષીય સગીરે મોબાઈલ માટે થઈને આપઘાત કરી લીધો. સગીરે મોબાઈલ છોડવાને બદલે જીવન જ છોડી દીધું!
ADVERTISEMENT

પિતાએ કહ્યું - મોબાઈલની લત છોડી દે...
ADVERTISEMENT
પાંડેસરામાં સત્યમ ગુપ્તા નામનો 17 વર્ષીય સગીર આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહેતો હતો. તે અભ્યાસમાં ધ્યાન આપતો ન હતો. ત્યારે પિતાએ કહ્યું કે મોબાઈલની લત છોડી દે... મોબાઈલના બદલે ભણવામાં ધ્યાન આપવાની પિતાએ દીકરાને સલાહ આપી, જેનાથી દીકરાને માઠું લાગ્યું અને તેણે ઝેરી દવા ગટગટાવી લીધી. પાંડેસરા પોલીસે આ અંગે આપઘાતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT
દીકરાના ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા પિતાની આંખોમાં આંસું
આપઘાત કરનાર સત્યમ ગુપ્તાના પિતા પપ્પુ ગુપ્તાએ કહ્યું, "મારો દીકરો અભ્યાસમાં થોડો નબળો હતો, અમે વિચારતા હતા કે સારું ભણીને સારો માણસ બની જાય. એ અભ્યાસમાં તો મન લગાવતો હતો, પણ મોબાઈલ રમવામાં વધારે ધ્યાન આપતો હતો. તો એ જ કીધું કે અભ્યાસમાં ધ્યાન આપ, તો ગુસ્સે થઈ ગયો." આંખોમાં આંસુ સાથે દુઃખી પિતાએ કહ્યું, "દરેક બાપ ઇચ્છે કે તેમના બાળકો ભણે અને તેમના કરતા પણ આગળ જાય, પણ મારા દીકરાએ મને દગો આપ્યો. હું વિચારતો કે હું તો મજૂરી કરું છું, પણ મારો દીકરો મારા કરતા આગળ વધે. પણ આજકાલના બાળકોને માતાપિતાની વાત કડવી લાગે છે."
ADVERTISEMENT
આ પણ વાંચો: YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો માર્ગ હજુ શરૂ રહેશે, તો ક્યારથી બંધ થશે? વાંચો નવી અપડેટ
મોબાઈલ માટે આપઘાત!
ADVERTISEMENT
આજકાલ મોબાઈલની લતને કારણે બાળકોના આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવે છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે આ મોબાઈલની લત હજુ કેટલા જીવનનો ભોગ લેશે? સગીરો કઈ દિશામાં આગળ વધી રહ્યા છે? ભણવાની ઉંમરમાં સગીરોને મોબાઈલની આદત કેવી રીતે પડી રહી? મોબાઈલ જીવનનો ભાગ છે, જીવન નહીં - આ સમજવામાં સગીરો કેમ નિષ્ફળ? 10-15 હજારના મોબાઈલ માટે જીવનનો અંત કેમ કરી દેવાનો? માતા-પિતાએ આપેલી છૂટછાટનો બાળકો કેમ ગેરલાભ ઉઠાવી રહ્યા? મોબાઈલ માટે માતા-પિતાના સપનાને કેમ રોળો છો? અત્યારના બાળકોને કેવી રીતે સમજાવવા?
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.