ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો માર્ગ હજુ શરૂ રહેશે, તો ક્યારથી બંધ થશે? વાંચો નવી અપડેટ

નોટિફિકેશન જાહેર / YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો માર્ગ હજુ શરૂ રહેશે, તો ક્યારથી બંધ થશે? વાંચો નવી અપડેટ

Last Updated: 10:34 AM, 22 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ હાઈવે ઓર્થોરીટી દ્વારા અમદાવાદનો કર્ણાવતી-YMCA ક્લબનો રોડ બંધ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નોટિફિકેશન જાહેર કર્યું છે.

ADVERTISEMENT

અમદાવાદ નેશનલ હાઈવે ઓર્થોરીટી દ્વારા કરવામાં આવી રહેલ એલિવેટેટ કોરિડોરની કામગીરીને લઈ કર્ણાવતી-YMCA ક્લબનો એક તરફનો રોડ 6 મહિના માટે બંધ કરવામાં આવનાર છે. 100 મીટર જેટલો એક તરપનો રોડ 6 મહિના સુધી બંધ રહેશે. એલિવેટેડ કોરિડોરની કામગીરીના કારણે નિર્ણય લેવામાં આવ્યો હતો. જે ને લઈ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કર્ણાવતી-YMCA ક્લબનો રોડ વાહન ચાલકો માટે હજુ ચાલુ રહેશે. એક તરફનો 100 મીટરનો રોડ 6 મહિના બંધ કરવાની વાત કરી હતી. નેશનલ હાઈવે ઓર્થોરિટી દ્વારા કામગીરી શરૂ કરાશે ત્યારથી રોડ બંધ થશે. એલિવેટેડ કોરિડોરની કામગીરીને લઈ NHAI એ બંધ કરવાની અરજી કરી હતી.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

અમદાવાદ શહેરમાં નેશનલ હાઇવે ડીવીઝન (અમદાવાદ) દ્વારા એસ.જી.હાઇવે ઉપર આવેલ કર્ણાવતી ક્લબથી વાય.એમ.સી.એ. ક્લબ સુધી એલીવેટેડ કોરીડોર (ફ્લાયઓવર) બનાવવાનું કામકાજ ચાલી રહેલ છે. આ કામકાજ અંતર્ગત સદરહું જગ્યાએ બ્રીજના પીલ્લરો તૈયાર થઇ ગયેલ હોય અને પીલ્લરો ઉપર ગર્ડર લગાવવાનું કામ કરવામાં આવનાર છે. આ કામગીરી ૬-માસ સુધી ૨૪.૦૦ કલાકના સમયગાળા દરમિયાન કરવામાં આવનાર છે. સદરહું કામકાજ દરમિયાન નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ Air Indiaની વધુ એક ફ્લાઇટ કેન્સલ, ગુજરાતીઓ ખાસ નોંધ કરી લે

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ

એસ.જી.હાઈવે પરના રોડનો કર્ણાવતી | ક્લબથી વાય.એમ.સી.એ. ક્લબ તરફ જતો આશરે ૧૦૦ મીટર જેટલો એક તરફનો રોડ ૬-માસ સુધી બંધ રહેશે.

આ પણ વાંચોઃ જુલાઇ કોરેકોરો નહીં જાય! મહિનાના અંતમાં મેઘો છોતરા કાઢી નાખશે, ખેતરો બેટમાં ફેરવાશે

વૈકલ્પિક માર્ગ

સાણંદ,સરખેજ તરફથી આવતો નાના તથા મોટા વાહન વાળો ટ્રાફિક વાય.એમ.સી.એ. ક્લબ તરફથી ડાબી બાજુ વળી ભગવાન સર્કલથી જમણી બાજુ વળી ઝવેરી સર્કલ થઈ (ચકરી સર્કલ) જમણી બાજુ વળી કર્ણાવતી ક્લબ થઈ એસ.જી.હાઈવે ઉપર થઈ અલગ-અલગ માર્ગો ઉપર જઈ શકાશે. તેમજ ઈસ્કોનથી સરખેજ તરફ જતો રોડ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવશે. જે અંગેની તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Karnavati-YMCA Club Road Diversion National Highway Authority Ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ