ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Air Indiaની વધુ એક ફ્લાઇટ કેન્સલ, ગુજરાતીઓ ખાસ નોંધ કરી લે

હાલાકી / Air Indiaની વધુ એક ફ્લાઇટ કેન્સલ, ગુજરાતીઓ ખાસ નોંધ કરી લે

Last Updated: 07:42 AM, 22 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ સ્થિત હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જતી ફ્લાઈટ સ્થગિત થતા મુંબઈ જનાર મુસાફરો અટવાયા હતા.

ADVERTISEMENT

રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોજની એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટ 27 જૂનથી 16 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવતા મુસાફરો અટવાયા હતા. 18 જુલાઈથી ફ્લાઈટ બંધ થઈ જતા હવે 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. મળતી માહિતી મુજબ એરક્રાફ્ટમાં ઈન્ટિરિયર ચેન્જ કરવાનું હોઈ ફ્લાઈટ સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મુસાફરો અન્ય એરલાઈન્સ અથવા ટ્રેનના સહારે

એર ઇન્ડિયાની આ ફ્લાઈટ બંધ થવાથી દરરોજ મુસાફરી કરતા લોકોની મુશ્કેલી વધશે. ખાસ કરીને રાજકોટથી મુંબઈ વચ્ચે રોજનો વ્યાવસાયિક કે તાત્કાલિક કામકાજ માટે આવનારા લોકો માટે આ નિર્ણય મુશ્કેલી સર્જે એવી શક્યતા છે. બીજી તરફ, ફ્લાઈટ બંધ થવાનું મુખ્ય કારણ મુસાફરોની ઘટતી સંખ્યા અને તાજેતરમાં થયેલી દુર્ઘટનાને લઈ એરલાઇનની સુરક્ષા અંગે ચિંતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 31 ઓગસ્ટ સુધી ફ્લાઈટ રદ રાખવાની જાહેરાત બાદ હવે મુસાફરોને વિકલ્પરૂપે અન્ય એરલાઈન્સ અથવા ટ્રેનનું સહારો લેવો પડશે.

આ પણ વાંચોઃ સુરત એરપોર્ટ પર ઝડપાઇ સોનાની દાણચોરી, બે મુસાફરોની 28 કિલો સોનાની પેસ્ટ સાથે ધરપકડ

અઠવાડિયામાં ચાર ફ્લાઈટ ટેકઓફ થાય છે

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોજ મુંબઈ માટે ચાર ફ્લાઈટ ટેકઓફ થઈ રહી છે. જ્યારે દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર અને સુરત માટે એક-એક ફ્લાઈટ ઉપલબ્ધ છે. તેમજ દિલ્હી અને ગોવા માટેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ ચાલે છે. પુણે માટેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ સુધી ઉપલબ્ધ છે. જ્યારે અન્ય એક ફ્લાઈટ અઠવાડિયામાં માત્ર એક દિવસ ઉડાન ભરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot hirasar airport Rajkot News Hirasar International Airport
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ