બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજકોટમાં દારૂની ખુલ્લેઆમ હેરાફેરી! ટેમ્પોમાં 'દેશી'ની કોથળીઓ, જુઓ VIDEO
Last Updated: 07:11 PM, 31 May 2025
રાજકોટના રાવકી ગામે દારૂની હેરાફેરીનો વીડિયો વાયરલ થયો છે. ટેમ્પોમાં દેશી દારૂની કોથળીઓ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી દારૂની હેરાફેરી થતી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. દારૂનો વીડિયો વાયરલ થતાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. વાયરલ વીડિયોને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
ADVERTISEMENT
રાજકોટના રાવકી ગામે દારૂની હેરાફેરીનો વીડિયો વાયરલ#rajkot #rajkotpolice #alcohol #alcoholban #desidaru #viral #viralvideo #vtvdigital pic.twitter.com/oz00CbgI6Q
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 31, 2025
પોલીસનો ડર જ નથી ?
ADVERTISEMENT
નામ પૂરતા જ કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂની હાટડીઓ સરેઆમ ધમધમી રહી છે. પોલીસ ફક્ત દરોડાના નામે નાટક કરી બુટલેગરોને છાવરી જ રહી હોય તેવુ આ વીડિયો પરથી લાગી રહ્યું છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, પોલીસના કોઈ પણ ડર વગર દારૂ દેખાયા છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસ કોઈ કડક કાર્યવાહી કરે છે કે કેમ !, બસ મૂક પ્રેક્ષક બની તમાશો જોશે.
દારૂબંધીના ઉડ્યા લીરેલીરા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી સામે અવાર નવનાર સવાલ ઉભા થતા હોય છે. સાથેજ હવે તો લોકો આ રીતે જાહેરમાં દારૂની મિજબાની માણે કે વેચે તેવા પણ વીડિયો સામે આવી રહ્યાં છે.
આ પણ વાંચો: સ્કૂલોની મનમાની હવે નહીં ચાલે! સુરતના DEOનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય
ADVERTISEMENT

સળગતા સવાલ
ADVERTISEMENT
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ કેમ?
જાહેરમાં દારૂનો વેપાર કરનાર સામે પોલીસ ક્યારે લેશે એક્શન?
ADVERTISEMENT
શું દારૂના સોદાગરો ઉપર પોલીસના ચાર હાથ છે?
ખુલ્લેઆમ નશાના વેપારીઓને કેમ નથી કાયદાનો ડર?
નશાના વેપારીઓ સામે પોલીસના આંખ આડા કાન કેમ?
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.