ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્કૂલોની મનમાની હવે નહીં ચાલે! સુરતના DEOનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય

આદેશ / સ્કૂલોની મનમાની હવે નહીં ચાલે! સુરતના DEOનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય

Published By: Dinesh Chaudhary

Last Updated: 04:50 PM, 31 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડી ખાનગી શાળાઓને સ્ટેશનરી ન વેચાવા આદેશ કર્યો છે. જો કોઇપણ શાળા યુનિફોર્મ કે સ્ટેશનરી શાળામાંથી જ ખરીદવા વાલીઓને દબાણ કરશે તો દંડનીય કાર્યવાહી કરાશે

ADVERTISEMENT

ઉનાળું વેકેશન ખુલતાની સાથે જ ખાનગી શાળાઓની મનમાની સામે આવતી હોય છે. FRCના નિયમોનો ઉલાળ્યો કરીને મસમોટી ફી લેવી કે શાળામાંથી જ યુનિફોર્મ, ચોપડા સહિતની સ્ટેશનરીઓ ખરીદવા દબાણ કરાતા હોવાની ફરિયાદ ઉઠે છે. જેને પગલે આ સ્ટેશનરી મર્ચન્ટ એસોસિયેશને કલેક્ટર અને DEOને રજૂઆત કરી હતી.

ખાનગી શાળાઓ હવે નહીં વેચી શકે સ્ટેશનરી

શાળામાં વેચાતા ચોપડા 15થી 20% મોંઘા પડતા હોવાનો દાવો કર્યો હતો. તો શાળામાં સ્ટેશનરી વેચીને વાલીઓ સાથે લૂંટ ચલાવાતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. જેને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડી ખાનગી શાળાઓને સ્ટેશનરી ન વેચાવા આદેશ કર્યો છે. જો કોઇપણ શાળા યુનિફોર્મ કે સ્ટેશનરી શાળામાંથી જ ખરીદવા વાલીઓને દબાણ કરશે તો દંડનીય કાર્યવાહી કરાશે.આમ છતાં શાળા નિયમોનું ઉલ્લંઘન કરશે તો માન્યતા રદ કરવા સુધીના પગલા લેવાશે.

આ પણ વાંચો: 'દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે' અમરેલી SP સામે ભાજપના નેતાઓના ગંભીર આક્ષેપ

vtv app promotion

'આર્થિક નુકસાન વિદ્યાર્થીને જ થાય છે'

સ્ટેશનરીના દુકાનદારે કહ્યું કે, ઘણીબધી સ્કૂલોમાંથી જ વિદ્યાર્થીઓને સ્ટેશનરી અને બુકો આપવામાં આવે છે, જેમાં કેટલીક બુક બોળકોને ન આપવામાં આવતી હોવાથી બોળકો તે બુક્સો માટે સ્ટેશનરી સુધી ધક્કા ખાય છે અને જે બુક્સ એક કે બે જ લેવાની હોવાથી સ્ટેશનરીના દુકાનદાર તેનું ડિસ્કાઉન્ટ પણ નથી આપતા જેનાથી આર્થિક નુકસાન વિદ્યાર્થીને જ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stationery-Oriented Decision DEO Decision Surat DEO Decision

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ