ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે' અમરેલી SP સામે ભાજપના નેતાઓના ગંભીર આક્ષેપ

વિવાદ / 'દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે' અમરેલી SP સામે ભાજપના નેતાઓના ગંભીર આક્ષેપ

Published By: Dinesh Chaudhary

Last Updated: 04:19 PM, 31 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપુલ દુધાતે દારૂ અને ગેરકાયદે રેતી ખનન અંગે ફરિયાદ કરતા SP સંજય ખરાતે ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હતું. જેને લઇને વિપુલ દુધાત, દિલીપ સંઘાણી, નારણ કાછડીયા સહિતના દિગ્ગજ નેતાઓ હવે મેદાને આવ્યા છે.

ADVERTISEMENT

અમરેલી જિલ્લામાં સત્તાપક્ષના નેતાઓએ જ પોલીસ સામે મોરચો માંડ્યો છે. વિપુલ દુધાતે દારૂ અને ગેરકાયદે રેતી ખનન અંગે ફરિયાદ કરતા SP સંજય ખરાતે ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હતું. જેને લઇને વિપુલ દુધાત, દિલીપ સંઘાણી, નારણ કાછડીયા સહિતના દિગ્ગજ નેતાઓ હવે મેદાને આવ્યા છે. ભાજપના કાર્યાલય સામે પ્રશ્ન ઉઠતા તમામ નેતાઓ એકજૂટ થયા છે. તો SP વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહીની નેતાઓએ વાત કરી છે.

અમરેલીમાં નેતાઓ અને પોલીસ આમને-સામને

અમરેલીમાં ભાજપના નેતાઓ અને પોલીસ આમને-સામને આવ્યા છે. ભાજપના વિપુલ દૂધાતના સમર્થનમાં પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી બાદ હવે ભાજપના વધુ એક દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ નારણ કાછડિયા આવ્યા છે. નારણ કાછડિયાએ પોલીસની કાર્યવાહી સામે આકરા પ્રહારો કર્યા છે. આ મામલે રાજકીય વાતાવરણ ગરમાયું છે. નારણ કાછડિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે, ભાજપનું કાર્યાલય કાર્યકરોના બળે ચાલે છે, દારૂ અને રેતીના હપ્તાથી નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે, રેતી અને દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે. પૂર્વ સાંસદ કાછડિયાએ પોલીસની કાર્યવાહીને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

app promo1

આ પણ વાંચો: હજુય ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં પડશે વરસાદી ઝાપટાં

'અમરેલી જિલ્લો બિહાર, UPની જેમ આગળ વધી રહ્યો છે'

અમરેલીમાં વિપુલ દુધાતના પોલીસ પર આક્ષેપને લઈ રાજકારણ ગરમાયું છે. દિલીપ સંઘાણી, નારાણ કાછડીયા વિપુલ દુધાતના સમર્થનમાં આવ્યા છે. તો આ મુદ્દે કોંગ્રેસના નેતા વીરજી ઠુંમરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'વિપુલ દુધાતે પોલીસ અંગે કરેલી વાત સાચી છે, પોલીસ અધિકારીઓ સિવિલ કોડ સંભાળતા નથી અને અમરેલી જિલ્લો બિહાર, UPની જેમ આગળ વધી રહ્યો છે'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amreli News Vipul Dudhat Police Allegation Amreli Police Allegation

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ