ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હજુય ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં પડશે વરસાદી ઝાપટાં

હવામાન / હજુય ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં પડશે વરસાદી ઝાપટાં

Last Updated: 03:38 PM, 31 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather News: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.

ADVERTISEMENT

Surat Rain: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં વાદળો છવાયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડમાં વરસાદ પડવાની શક્યતા તેમજ ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે છે.

તાપી, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે. અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 39 ડિગ્રી સુધી રહી શકે છે. તેમજ આજથી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Vtv App Promotion 2

આ પણ વાંચોઃ રાજ્યમાં વધતા કોરોના વચ્ચે સરકાર સતર્ક, આજે રાજ્યની સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલ

આઇએમડીનું એલર્ટ

આઈએમડીએ ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની આગાહી કરી છે. જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. યુપી અને રાજસ્થાનમાં 31મે થી 3 જૂન દરમિયાન છૂટા છવાયા ઝાપટા પડશે અને ધૂળની ડમરીની પણ શક્યતા છે. પશ્ચિમ ભારત હેઠળ ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં વરસાદની શક્યતા છે. પૂર્વી અને મધ્ય ભારત હેઠળ છત્તીસગઢ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ, બિહારમાં 31 મેથી 1 જૂન દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 2-3 જૂનના રોજ 50-60 કિમીથી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amreli Rain Forecast Surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ