ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કડી વિધાનસભા પેટા ચૂંટણીના વોટિંગમાં બબાલ, ટોળામાંથી પથ્થર ફેંકતા મામલો બિચક્યો!

મહેસાણા / કડી વિધાનસભા પેટા ચૂંટણીના વોટિંગમાં બબાલ, ટોળામાંથી પથ્થર ફેંકતા મામલો બિચક્યો!

Published By: Priykant Shrimali

Last Updated: 02:53 PM, 19 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kadi Assembly by-election : કડી વિધાનસભા પેટા ચૂંટણી મતદાન વચ્ચે બે જૂથ સામસામે આવતા મામલો ગરમાયો, ટોળામાંથી પથ્થર ફેંકાયો હોવાનો યુવક નો દાવો, પોલીસ કાફલો ઘટનાસ્થળે

ADVERTISEMENT

Kadi Assembly by-election : કડી વિધાનસભાની પેટાચૂંટણી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ કડી વિધાનસભા પેટાચૂંટણીના મતદાન વચ્ચે બબાલ થયાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બે જૂથ સામસામે આવતા મામલો ગરમાયો હતો. જેમાં કડીના બુથ નં.134, 154 પર બે જૂથ સામસામે આવ્યા હતા. જેમાં ટોળામાંથી પથ્થર ફેંકાયો હોવાનો યુવકે દાવો કર્યો છે. ઘટનાને લઈ હવે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો છે.

મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠક પર હાલ પેટાચૂંટણીને લઈ મતદાન ચાલી રહ્યું છે. આ તરફ હવે કડી શહેરના શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળાના બુથ ઉપર બબાલના સમાચાર સામે આવતા પોલીસ દોડતી થઈ છે. વિગતો મુજબ અહીં કોઈ કારણોસર બે જુથ સામસામે આવતા મામલો ગરમાયો હતો. કડીના બુથ નંબર 134-154 પર બે જુથ સામસામે આવ્યાના સમાચાર મળતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

આ પણ વાંચો : AIR India પ્લેન ક્રેશમાં ન પોલિસી ધારક કે ન નોમિની ? તો હવે કોને મળી શકે દાવો

કડી બેઠક પર ચાલી રહ્યું છે મતદાન

ગુજરાતની 2 વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણી અંતર્ગત મતદાન યોજાઇ રહ્યું છે. કડી અને વિસાવદર બે બેઠકો પર પેટા ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું છે. આજે સવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ચૂક્યું છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. કડી બેઠક પર 294 મતદાન મથકો પર મતદાન હાથ ધરાયું છે. કડી વિધાનસભામાં કુલ 294 106 બુથ સંવેદનશીલ છે. અહીં પેટા ચૂંટણી માટે કુલ 1900 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ બેઠક પર કુલ 2 લાખ, 89 હજાર 927 ઉમેદવારો છે.. કડીમાં ન્યૂ આદર્શ હાઈસ્કુલમાં 156 નંબરનું બુથ પર્યાવરણીય થીમ પર બનાવાયું છે, તો 158 નંબરનું બુથ દિવ્યાંગ બુથ બનાવાયું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mehsana Kadi Election 2025 Assembly by-election voting

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ