ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ગુજરાતીઓ સાવધાન! કોરોનાના વધુ 4 કેસ નોંધાયા, રિ-એન્ટ્રીથી લોકોમાં ડર

અપડેટ / ગુજરાતીઓ સાવધાન! કોરોનાના વધુ 4 કેસ નોંધાયા, રિ-એન્ટ્રીથી લોકોમાં ડર

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:52 AM, 27 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 40 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે તેમજ બનાસકાંઠા આરોગ્ય વિભાગે કરાવેલા 8 ટેસ્ટમાંથી 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ADVERTISEMENT

રાજ્યમા હવે ધીરે ધીરે ફરી એકવાર કોરોના પગ પેસારો કરી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા છે. અત્રે જણાવીએ કે, સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 40 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો આ તરફ કેન્સરની સારવાર લઇ રહેલા 73 વર્ષીય વૃદ્ધને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

corona-virus-3

બનાસકાંઠામાં કોરોના 2 રિપોર્ટ પોઝિટિવ

બનાસકાંઠા આરોગ્ય વિભાગે કરાવેલા 8 ટેસ્ટમાંથી 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો જામનગરમાં કોરોનાના કુલ 10 એક્ટિવ કેસ નોંધાયા છે. એક જ પરિવારના ચાર સભ્યો હાલ જ કેરલથી પરત ફર્યા હતા, જે બાદ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જે તમામ કોરોનગ્રસ્ત લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ગોકુલનગર, ઘાંચી વાડ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. નવા વેરિયન્ટનો LF.7નો પ્રથમ કેસ નોંધાયો હતો. રાજ્યમાં કોરોનાના કુલ 28 દર્દીઓ સારવાર હેઠળ. LF.7 વેરિયન્ટના સમગ્ર દેશમાં 4 કેસ નોંધાયા હતા. થાક લાગવો,કફ,તાવ અને સ્નાયુમાં દુખાવો સહિતના તેના લક્ષણો છે

corona-test

આ પણ વાંચો: ગાંધીનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં આજે મેઘરાજા ત્રાટકશે, 40થી 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન

ભારતમાં આ રોગ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે: ICMR DG

ICMR ના DG ડૉ. રાજીવ બહલે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે,"ભારતમાં કોવિડ-19 ના કેસોમાં વધારા પાછળનું કારણ જાણવા માટે અમે દેખરેખ રાખી રહ્યા છીએ અને સરકાર પણ તમામ જરૂરી વ્યવસ્થા કરી રહી છે. હાલમાં અમને ઓમિક્રોનના 4 વેરિયન્ટ જોવા મળ્યા છે, જેમાં LF.7, XFG, JN.1 અને NB.1.8.1નો સમાવેશ થાય છે. માહિતી એકત્રિત કરવા માટે વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે." તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારતમાં આ રોગ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને સરકાર તેના વિશે સંપૂર્ણપણે સતર્ક છે અને તમામ જરૂરી તૈયારીઓ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Corona Case Update Gujarat Corona case Banaskantha Corona Case

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ