બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં આજે મેઘરાજા ત્રાટકશે, 40થી 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન

આગાહી / ગાંધીનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં આજે મેઘરાજા ત્રાટકશે, 40થી 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:15 AM, 27 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના છે

મુંબઈ બાદ હવે ગુજારતમાં વરસાદ ધડબડાટી બોલાવે તેવી આગાહી સામે આવી છે. આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથો સાથ પવનની ગતિમાં પણ વધારો થવાની પણ શક્યતા છે.

આ જિલ્લામાં વરસાદની આગાહી

પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના છે તો આ તરફ તાપી, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદ પડી શકે છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

app promo6

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર પછી 2 દિવસ માટે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે, જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આાગમી 10 જુન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે. જો કે તેમણે કહ્યું કે 10 જુન બાદ કોઇ સિસ્ટમ ન બનતા વરસાદ ખેંચાઇ શકે છે. અરબ સાગરની સિસ્ટમથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવશે. જેનાથી જલ ભરાવની સ્થિતિ સર્જાશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. તથા ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 28 થી 31 મે દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડશે. તેમજ 28 મે થી 27 જુન સુધી પવનની ગતિ વધુ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Forecast Gujarat Weather Update Gujarat Rain Update

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ