બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઓપરેશન સિંદૂર પછી 2 દિવસ માટે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે, જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

ગાંધીનગર / ઓપરેશન સિંદૂર પછી 2 દિવસ માટે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે, જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

Dinesh Chaudhary

Last Updated: 07:47 AM, 27 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 27મી મેના રોજ PM મોદી સવારે 10.15 કલાકે રાજભવનથી મહાત્‍મા મંદિર જવા રવાના થશે. રાજભવનથી મહાત્‍મા મંદિર સુધીના રૂટ પર પણ PM મોદીનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાંધીનગર ખાતે રાત્રી રોકણ કર્યું હતું. આજે 27મી મેના રોજ PM મોદી સવારે 10.15 કલાકે રાજભવનથી મહાત્‍મા મંદિર જવા રવાના થશે. રાજભવનથી મહાત્‍મા મંદિર સુધીના રૂટ પર પણ PM મોદીનું ભવ્‍ય સ્‍વાગત થશે અને રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેઓ આજે શહેરી વિકાસ વર્ષ અંતર્ગતના વિવિધ વિકાસ અને લોકાર્પણ કાર્યક્રમો હજાર રહેશે.

pm-modi

PM મોદી ગુજરાત પ્રવાસનો બીજો દિવસ

પ્રધાનમંત્રી બપોરે 12.55 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે ત્યારબાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી દિલ્‍હી જવા રવાના થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાંધીનગર ખાતે લોકો આવકારશે. આજે ખાસ રોડ શોમાંનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પગલે રોડ શોના રૂપ પર ભારતીય સેનાની શૌર્યપૂર્ણ કામગીરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા વિવિધ ટેબ્લો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને ઊર્જાસભર બનાવ્યું છે.

app promo1

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, જાણો આગાહી

ગુજરાની આપી વિકાસકાર્યોની ભેટ

PM મોદીએ 26મી મે ના રોજ વડોદરા શો યોજ્યો હતો ત્યારબાદ એરપોર્ટથી હેલિકોપ્‍ટર દ્વારા PM દાહોદ પહોંચ્યા હતા. દાહોદ ખાતે બપોરે જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ હાજરી આપી હતી અને દાહોદ ખાતે 20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્‍શન યુનિટનું લોકાર્પણ કર્યું હતું, 9000 HPના પ્રથમ લોકોમોટિવ એન્‍જિનનું પણ લોકાર્પણ કર્યું હતુ. દાહોદ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી વડોદરા એરપોર્ટ પરત ફરયા હતા. વડોદરા એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી બપોરે ભુજ પહોંચ્યા હતા જ્યા પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી જંગી સભાને સંબોધિત કરી હતી. ભુજમાં PMના હસ્‍તે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. અમદાવાદ એરપોર્ટથી ઇન્‍દિરા સર્કલ સુધી ભવ્‍ય રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ રાજભવ ખાતે રાત્રી રોકાણ કર્યુ હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Program PM Modi Gandhinagar PM Modi Gujarat Tour
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ