બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 3.8ની તીવ્રતાના ભૂકંપથી ધ્રૂજી જેતપુર, ધોરાજી અને ઉપલેટાની ધરા, જુઓ CCTV

ધરતીકંપ / 3.8ની તીવ્રતાના ભૂકંપથી ધ્રૂજી જેતપુર, ધોરાજી અને ઉપલેટાની ધરા, જુઓ CCTV

Priyankka Triveddi

Last Updated: 09:11 AM, 9 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના ત્રણ આચંકા અનુભવાયા હતા જેના લીધે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં વહેલી સવારે ભૂકંપના આચકાઓ અનુભવાયા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે કુલ ત્રણ વખત ધરા ધ્રુજી ઉઠી હતી.

પ્રથમ ભૂકંપનો આંચકો વહેલી સવારે 6.19 મિનિટે અનુભવાયો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી અંદાજે 28 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ફરી સવારે 6.55 મિનિટે અને 6.58 મિનિટે બે હળવા આંચકાઓ અનુભવાયા. અને આમ 3 આંચકા એકપછી એક અનુભવાતા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. આ સિવાય જેતલસર, પેઢલા, સરધારપુર, નાની પરબડી અને મોટી પરબડી સહિત આસપાસના અનેક ગામોમાં પણ ભૂકંપના આચકાઓ અનુભવાયા હતા. વહેલી સવારે એક પછી એક આચકાઓ આવતા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.

આ ઉપરાંત, ગત રાત્રે 8.43 મિનિટે પણ આ વિસ્તારના કેટલાક ભાગોમાં ભૂકંપનો હળવો આચકો અનુભવાયો હતો. જોકે રાહતની વાત એ છે કે આ તમામ ભૂકંપના આચકાઓ દરમિયાન કોઈ જાનહાનિ કે મોટા નુકસાનની માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ, ડીપ ડિપ્રેશનની ચેતવણી: ગુજરાતનું હવામાન કેવું રહેશે? ઠંડીને લઈને નવી આગાહી

vtv app promotion

ભૂકંપ આવવા પાછળનું કારણ શું છે?

આવો જાણીએ કે ભૂકંપ શું છે, ભૂકંપ કયા કારણે આવે છે તે પણ એક ખુબ જ મોટુ વિજ્ઞાન છે. ભૂકંપને તમે સરળ ભાષામાં આ પ્રકારે સમજી શકીએ છે કે જમીનની સપાટી નીચે થનારી હલચલના કારણે તેજ કંપન પેદા થાય છે. જેને ભૂકંપ કહે છે. અમેરિકાના અમેરિકન સર્વે અનુસાર એવું ત્યારે બને છે જ્યારે ધરતીના બે બ્લોક અચાનક એક બીજા પર ખસે છે. જેના કારણે જમા થયેલી ઉર્જા ભૂકંપીય તરંગો તરીકે બહાર નીકળે છે. આ તરંગો પૃથ્વીમાં ફેલાઈ જાય છે અને જેના કારણે જમીન હલવા લાગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake in Gujarat Jetpur Earthquake Saurashtra Seismic Activity
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ