બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ, ડીપ ડિપ્રેશનની ચેતવણી: ગુજરાતનું હવામાન કેવું રહેશે? ઠંડીને લઈને નવી આગાહી

હવામાન અપડેટ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ, ડીપ ડિપ્રેશનની ચેતવણી: ગુજરાતનું હવામાન કેવું રહેશે? ઠંડીને લઈને નવી આગાહી

Priyankka Triveddi

Last Updated: 08:41 AM, 9 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Weather Forecast: એક બાજુ વરસાદની આગાહી તો એક બાજુ ભારે પવનો આ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતનું તાપમાન કેવું રહેશે એ અંગે માહિતી આપી છે.

IMD Weather Forecast: ભારતીય હવામાન વિભાગે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના પૂર્વીય વિષુવવૃત્તીય હિંદ મહાસાગર વિસ્તારમાં ડીપ ડિપ્રેશન સક્રિય થવાની ચેતવણી આપી છે. આ પરિસ્થિતિઓના કારણે બંગાળની ખાડીથી લાગતા દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

બીજી તરફ હવામાન વિભાગે ઉત્તર ભારતના મેદાની વિસ્તારો માટે ખાસ ચેતવણી આપી છે. અહીં એક સાથે બે પ્રકારની હવામાન અસર જોવા મળશે. એક તરફ ગાઢ ધુમ્મસ અને બીજી તરફ તીવ્ર શીતલહેર.ઉત્તર પંજાબ અને આસપાસના વિસ્તારોમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળી રહી છે. જ્યારે એક નવું પશ્ચિમી વિક્ષેપ પણ ધીમે ધીમે પ્રબળ બનતું જઈ રહ્યું છે. આ કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધુ કડક બનશે અને ધુમ્મસની તીવ્રતા વધશે. જેની અસર ગુજરાત રાજ્ય પર પણ જોવા મળશે.

એક બાજુ દક્ષિણમાં ડીપ ડિપ્રેશન અને બીજી બાજુ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય હોવાથી ગુજરાતના હવામાન પર પણ તેની અસર દેખાઈ રહી છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો નોંધાયો છે.

ઠંડીની તીવ્રતા વધી

ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીની તીવ્રતા વધી છે અને લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને નલિયા શહેરમાં તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું ગયું છે. રાજ્યમાં સૌથી ઓછું નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબૉ આગામી દિવસોમાં પણ ઠંડીમાં વધુ વધારો થવાની શક્યતાઓ છે. જેથી ગુજરાતવાસીઓએ સાવચેત રહેવાની જરૂર છે.

ઠંડી અંગે ચેતવણી

હવામાન વિભાગે ગુજરાતની ઠંડી અંગે ચેતવણી આપતા કહ્યું છે કે ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી આગામી સાત દિવસ એટલે કે 14મી જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા રહેશે નહીં. આગામી 7 દિવસ સુધી ગુજરાતની હવામાન શુષ્ક રહેશે તેમ જણાવાયું છે. આ સાથે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં લઘુત્તમ તાપમાનમાં પણ આગામી દિવસોમાં ખાસ ફેરફાર થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચે રહ્યું હતું. જ્યારે બાકીના પ્રદેશમાં સામાન્ય રહ્યું હતું.

આગામી દિવસોમાં તાપમાનમાં વધારો

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ફરીથી ઠંડીનું મોજું આવી શકે છે. તેમ છતાં આગામી 2થી 3 દિવસ દરમિયાન મધ્ય ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ધીમે ધીમે વધશે તેવી સંભાવના છે. આ સાથે આગામી 24 કલાકમાં પૂર્વ ભારતના વિસ્તારોમાં પણ રાત્રિના તાપમાનમાં થોડો વધારો નોંધાઈ શકે છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં કોંગો ફીવરનો પ્રથમ કેસ, પીંડાર ગામમાં ફફડાટ

vtv app promotion

ગુજરાત રાજ્યના શહેરોનું તાપમાન

  • નલિયા : 9 ડિગ્રી
  • અમદાવાદ : 14.4 ડિગ્રી
  • ગાંધીનગર : 13.4 ડિગ્રી
  • રાજકોટ : 10.1 ડિગ્રી
  • ભુજ : 10.2 ડિગ્રી
  • કંડલા : 10.4 ડિગ્રી
  • કેશોદ : 11.1 ડિગ્રી
  • અમરેલી : 11.6 ડિગ્રી
  • ડીસા : 11.4 ડિગ્રી
  • સુરેન્દ્રનગર : 12 ડિગ્રી
  • મુન્દ્રા: 13 ડિગ્રી
  • મહુવા : 13.3 ડિગ્રી
  • દ્વારકા : 14.6 ડિગ્રી
  • ભાવનગર : 14.6 ડિગ્રી
  • વડોદરા : 15 ડિગ્રી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Cold Wave IMD Weather Forecast Western Disturbance
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ