ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરમાં કોંગો ફીવરનો પ્રથમ કેસ, પીંડાર ગામમાં ફફડાટ

સતર્ક / ગાંધીનગરમાં કોંગો ફીવરનો પ્રથમ કેસ, પીંડાર ગામમાં ફફડાટ

Published By: Vishal Khamar

Last Updated: 10:31 PM, 8 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં કોંગો ફીવરનો કેસ સામે આવ્યો છે. આરોગ્યની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.

ADVERTISEMENT

ગાંધીનગર જિલ્લામાં કોંગો ફીવરનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ચકચાર મચી ગઈ છે. ગાંધીનગરના પીંડાર ગામમાં એક વ્યક્તિ કોંગો ફીવર પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. દર્દીમાં લક્ષણો જણાતાં તાત્કાલિક સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત પર તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે.

કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પીંડાર ગામમાં બે આરોગ્ય ટીમોને તૈનાત કરવામાં આવી છે, જે ગામમાં સર્વેલન્સની કામગીરી કરી રહી છે. દર્દીના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે તેમજ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.

આ સાથે પશુપાલન વિભાગને પણ સતર્ક કરવામાં આવ્યો છે. ગોઠવણ અને ટિક નિયંત્રણ માટે દવાના છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગામમાં સ્વચ્છતા જાળવવા અને રોગચાળો ન ફેલાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ નવનીત બાલધીયા મારપીટ કેસમાં SITની મોટી કાર્યવાહી, 8 આરોપીઓના વધુ રિમાન્ડની માંગ

આરોગ્ય વિભાગે લોકોને અફવા ન ફેલાવવા અને કોઈ પણ શંકાસ્પદ લક્ષણ જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે. જિલ્લા તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Congo Fever Case Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ