ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવનીત બાલધીયા મારપીટ કેસમાં SITની મોટી કાર્યવાહી, 8 આરોપીઓના વધુ રિમાન્ડની માંગ
Last Updated: 10:12 PM, 8 January 2026
ADVERTISEMENT
બગદાણાના સેવક નવનીત બાલધીયાને માર મારવાના કેસમાં એસઆઈટી દ્વારા આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. મહુવા કોર્ટે સામે એસઆઈટીની ટીમે 8 આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટમાં ફિક્સ ફોર હિયરીંગ થતા આવતીકાલે એસઆઈટી ને ફરી બોલાવી હિયરીગ કરાશે. નવનીત બાલધીયા કેસમાં વધુ એક કલમનો ઉમેરો કરાયો છે. જૂની આઈપીસી કલમ 120 નો ઉમેરો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

બગદાણાના નવનીત બાલધીયા પર હુમલા કેસમાં ખુલાસો
ADVERTISEMENT
ભાવનગરના બગદાણાના નવનીત બાલધીયા પર હુમલા કેસમાં ખુલાસો થવા પામ્યો છે. નવનીત બાલધીયાએ વીડિયો વાયરલ કરી ખુલાસો કર્યો હતો. કોઈપણ સમાજ કે આહિર સમાજની કોઈએ ટીકા ટીપ્પણી ન કરવા અપીલ કરી હતી. મારે કોઈ સમાજ સાથે વાંધો નથી ફક્ત જયરાજ આહિર સાથે જ વાંધો છે. સમાજના કોઈપણ લોકોએ કોઈ સમાજની લાગણી દુભાય તેવા વીડિયો ન બનાવવા તેમજ મારા નામથી કોઈપણ સમાજની લાગણી દુભાય તેવા વીડિયો ન બનાવવા અપીલ કરી છે. નવનીત બાલધીયાએ સમાજને અપીલ કરતો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજપીપળામાં 40 વાઘના ચામડા, 133 નખ મળતાં ચકચાર, મંદિરના જૂના મકાનમાં ઠૂંસી-ઠૂંસીને રખાયાતા
નવનીતભાઈ બાલધીયાને મહુવા હોસ્પિટલથી અપાઈ રજા
ADVERTISEMENT
ભાવનગરના બગદાણાના નવનિતભાઈ બાલધીયાને માર મારવાના કેસમાં નવનીતભાઈ બાલધીયાને મહુવા હોસ્પિટલથી રજા અપાઈ છે 29 ડિસેમ્બરે બગદાણામાં નવનીત બાલધીયા પર હુમલો થયો હતો. હુમલામાં નવનીતભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે મહુવા હનુમંત હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 11 દિવસ સુધી મહુવા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મહુવા હનુમંત હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફનો નવનીતભાઈએ આભાર માન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT