ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજપીપળામાં 40 વાઘના ચામડા, 133 નખ મળતાં ચકચાર, મંદિરના જૂના મકાનમાં ઠૂંસી-ઠૂંસીને રખાયાતા

નર્મદા / રાજપીપળામાં 40 વાઘના ચામડા, 133 નખ મળતાં ચકચાર, મંદિરના જૂના મકાનમાં ઠૂંસી-ઠૂંસીને રખાયાતા

Published By: Vishal Khamar

Last Updated: 08:39 PM, 8 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી શંકાસ્પદ વાઘના ચામડા અને નખનો જથ્થો ઝડપાયો છે. મંદિરના રિનોવેશન સમયે દિવંગત મહંતના રૂમમાંથી દુર્ગંધ આવતા પેટી ખોલવામાં આવી હતી. 40થી વધુ ચામડા અને 133 નખ મળતા વન વિભાગ દોડતું થયું હતું.

ADVERTISEMENT

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા ઐતિહાસિક ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી વન્ય જીવોના અવશેષોનો મોટો જથ્થો મળી આવતા સનસનાટી મચી ગઈ છે. મંદિરના રિનોવેશન કાર્ય દરમિયાન સ્વર્ગસ્થ મહંતના રૂમમાં રાખેલી વર્ષો જૂની પતરાની પેટીમાંથી શંકાસ્પદ વાઘના ચામડા અને નખ મળી આવ્યા છે. વન વિભાગે આ મામલે વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજપીપળા સ્થિત ધર્મેશ્વર મહાદેવ મંદિરના રિનોવેશનનું કામ હાલ ચાલી રહ્યું છે. આ દરમિયાન મંદિરના દિવંગત મહંતના રૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાનું ટ્રસ્ટીઓના ધ્યાને આવ્યું હતું. રૂમમાં તપાસ કરતા ત્યાં પડેલી એક જૂની પતરાની પેટી શંકાસ્પદ જણાઈ હતી. ટ્રસ્ટીઓએ આ અંગે તુરંત રાજપીપળા રેન્જ વન વિભાગને જાણ કરી હતી. આર.એફ.ઓ. જીજ્ઞેશ સોની અને તેમની ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી અને સરકારી પંચોની હાજરીમાં પેટી ખોલતા વન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

વન વિભાગની પ્રાથમિક તપાસમાં પેટીમાંથી 37 જેટલા આખા ચામડા અને અન્ય ટુકડાઓ મળી કુલ 40થી વધુ ચામડાનો જથ્થો મળી આવ્યો છે. આ ઉપરાંત 133 જેટલા વન્ય પ્રાણીના નખ પણ જપ્ત કરવામાં આવ્યા છે. દેખાવ પરથી આ ચામડા અને નખ વાઘના હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. વન વિભાગે આ તમામ મુદ્દામાલ કબજે કરી કચેરીએ ખસેડ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં હવે કમળાએ વર્તાવ્યો કેર, અહીં નોંધાયા 478 કેસ, ધ્યાન રાખજો નહીંતર ચઢી જશો ઝપટમાં

રાજપીપળા વન વિભાગના આર.એફ.ઓ. જીજ્ઞેશ સોનીના જણાવ્યા અનુસાર, મળી આવેલા ચામડા અને નખ અસલી વાઘના છે કે નકલી તેની વૈજ્ઞાનિક તપાસ માટે સેમ્પલ એફ.એસ.એલ. (FSL) માં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જો લેબોરેટરીમાં આ અવશેષો વાઘના હોવાનું સાબિત થશે, તો આ પ્રકરણમાં દિવંગત મહારાજ સાથે અન્ય કોણ સંડોવાયેલું હતું અને આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં કડક તપાસ કરવામાં આવશે. ગુજરાતમાં જ્યારે વાઘની વસ્તી લુપ્ત થઈ ગઈ છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘના ચામડા મળી આવવા એ વન્યજીવ પ્રેમીઓ અને તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Narmada Rajpimpla Dharmeshwar Mahadev Temple

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ