ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં હવે કમળાએ વર્તાવ્યો કેર, અહીં નોંધાયા 478 કેસ, ધ્યાન રાખજો નહીંતર ચઢી જશો ઝપટમાં

તંત્ર એક્ટિવ / ગુજરાતમાં હવે કમળાએ વર્તાવ્યો કેર, અહીં નોંધાયા 478 કેસ, ધ્યાન રાખજો નહીંતર ચઢી જશો ઝપટમાં

Published By: Vishal Khamar

Last Updated: 08:23 PM, 8 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગરમાં કમળાના કેસમાં વધારો થયો છે. કેસમાં વધારો થતા તંત્ર એક્ટિવ મોડમાં આવી જવા પામ્યું છે. આરોગ્ય વિભાગની 52 ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં કમળાના કેસોમાં સતત વધારો નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. નગરમાં કમળાની સ્થિતિને કાબૂમાં લેવા માટે છેલ્લા 10 દિવસથી વહીવટી અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

કમળાના કેસોની વિગતવાર સ્થિતિનો ખ્યાલ મેળવવા જિલ્લા કલેક્ટરે બાલાસિનોરની મુલાકાત લીધી હતી. કલેક્ટરે કમળા પ્રભાવિત વિસ્તારોમાં જઈને સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમજ સ્થાનિક લોકો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણવામાં આવી. જ્યાં વધુ કેસ નોંધાયા છે .તે વિસ્તારોની ખાસ મુલાકાત લઈને તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

કુલ 478 કમળાના કેસ નોંધાયા

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 478 કમળાના કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ નગરમાં 52 ટીમો દ્વારા ઘરઘર સર્વેની કામગીરી ચાલી રહી છે. જેમાં લોકોના આરોગ્યની તપાસ સાથે પીવાના પાણીના સ્ત્રોતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી

આરોગ્ય વિભાગે સ્પષ્ટ અપીલ કરી છે કે જ્યાં પાલિકાના પાણીના નમૂનાઓ અનફિટ જાહેર થયા છે, તે વિસ્તારોમાં લોકો નળનું પાણી પીવાનું ટાળે. આવા વિસ્તારોના રહેવાસીઓને ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવતું શુદ્ધ પાણી જ ઉપયોગમાં લેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના બોપલમાં હુક્કાબારમાં પોલીસની રેડ, સંચાલક ધ્રુવ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ફરિયાદ

સાથે જ કમળા પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે પાણીની પાઇપલાઇનની રીપેરીંગ અને બદલાવની કામગીરી ચાલી રહી છે. જેથી ભવિષ્યમાં ફરીથી આ પ્રકારની સમસ્યા ન સર્જાય. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahisagar News Balasinor News Jaundice Case

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ