બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં આગામી દિવસોમાં અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
Last Updated: 08:40 AM, 1 April 2026
Gujarat April Rain Forecast: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા વધી છે. જેના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવવાની શક્યતા છે.
ADVERTISEMENT
ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ વિસ્તારમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. સાથે જ રાજસ્થાન ઉપર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ આ બદલાવ માટે જવાબદાર માનવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હવામાન વિભાગ મુજબ 1 એપ્રિલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ADVERTISEMENT
અમરેલી, ભાવનગર અને કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. ખાસ કરીને 3 એપ્રિલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ વધુ જોવા મળી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
4 અને 5 એપ્રિલ દરમિયાન પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. આ દરમિયાન આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ભેજનું પ્રમાણ વધશે.

હાલમાં તાપમાનમાં મોટો ફેરફાર નહીં જોવા મળે. પરંતુ આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. જેના કારણે ઉનાળાની ગરમીમાં લોકોને થોડી રાહત મળશે. જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT