ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં નરસિંહ મહેતાની પ્રતિમા ખંડિત, શહેરમાં રોષનો માહોલ

રજૂઆત / જૂનાગઢમાં નરસિંહ મહેતાની પ્રતિમા ખંડિત, શહેરમાં રોષનો માહોલ

Published By: Vishal Khamar

Last Updated: 09:31 PM, 31 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં ભક્ત નરસિંહ મહેતાજીની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે. ગિરનાર દરવાજા સર્કલમાં 43 વર્ષથી મુકવામાં આવેલ ભક્ત નરસિંહ મહેતાજીની પ્રતિમાને અજાણ્યા શખ્સ દ્વારા ખંડિત કરવામાં આવતા પોલીસમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ADVERTISEMENT

જૂનાગઢમાં શ્રદ્ધાનું પ્રતિક ગણાતી ભક્તિ પરંપરાની પ્રતિમા સાથે અપ્રિય ઘટના સામે આવી છે. શહેરના ગિરનાર દરવાજા સર્કલ ખાતે આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાને અજાણ્યા શખ્સ દ્વારા ખંડિત કરવામાં આવી હોવાનો બનાવ સામે આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

ગિરનાર દરવાજા સર્કલમાં 43 વર્ષથી પ્રતિમા સ્થાપિત

આ પ્રતિમા છેલ્લા લગભગ 43 વર્ષથી અહીં સ્થાપિત છે અને ધાર્મિક તથા સાંસ્કૃતિક રીતે શહેર માટે વિશેષ મહત્વ ધરાવે છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તેમજ ભક્તો સ્થળ પર એકત્રિત થયા હતા અને આ કૃત્યની કડક નિંદા કરી હતી.

ટ્રસ્ટ દ્વારા પોલીસમાં કરાઇ લેખિત રજૂઆત

નરસિંહ મહેતા પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સમગ્ર મામલે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પ્રતિમા પાસે પૂરતી લાઇટ વ્યવસ્થા અને સુરક્ષા જાળી મૂકવી જરૂરી છે.

આરોપીને ઝડપી કડક કાર્યવાહીની માંગ

સ્થાનિક લોકોએ પણ માંગ ઉઠાવી છે કે પ્રતિમાને ખંડિત કરનાર આરોપીને ઝડપીને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ બનાવને પગલે શહેરમાં ધાર્મિક લાગણીઓ દુભાઈ છે અને લોકોમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતના બે IAS અધિકારીઓ ભારત સરકારમાં ડેપ્યુટેશન પર જશે

પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીને ઝડપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh Junagadh News Bhakta Narsinh Mehtaji

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ