બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં 15 વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાન ડિવાઇડરમાં ઘૂસી! ડ્રાઇવરને ખેંચ આવતા અકસ્માત, 2 વિદ્યાર્થીને ઇજા

ગુજરાત / સુરતમાં 15 વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાન ડિવાઇડરમાં ઘૂસી! ડ્રાઇવરને ખેંચ આવતા અકસ્માત, 2 વિદ્યાર્થીને ઇજા

Published By: Nidhi Panchal
Reported By: Dhruv Sompura

Last Updated: 01:21 PM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ઉધના મગદલ્લા રોડ પર વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા જતી સ્કૂલવાનનો અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરને અચાનક ખેંચ આવતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન ડિવાઇડરમાં ઘૂસી ગઈ હતી.

સુરતના ઉધના મગદલ્લા રોડ પર આવેલ લાઇનર સર્કલ નજીક આજે સવારે સ્કૂલવાનનો અકસ્માત સર્જાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભટારની શારદા નિકેતન પ્રાથમિક શાળાની સ્કૂલવાન વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરને અચાનક ખેંચ આવતા અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરની તબિયત અચાનક બગડતાં તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને વાન સીધી ડિવાઇડરમાં ઘૂસી ગઈ હતી.

Surat-acc

મળતી માહિતી મુજબ સ્કૂલવાનમાં કુલ 15 વિદ્યાર્થીઓ સવાર હતા. અકસ્માત થતાં વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. વાનમાં સવાર બે વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક જરૂરી સારવાર આપવામાં આવી હતી અને તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

નિકેતન પ્રાથમિક શાળાની સ્કૂલવાન સાથે બન્યો

આ અકસ્માત ભટારની શારદા નિકેતન પ્રાથમિક શાળાની સ્કૂલવાન સાથે બન્યો હતો. વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળાએ મૂકવા જતી વખતે લાઇનર સર્કલ નજીક ડ્રાઇવરને અચાનક ખેંચ આવી હતી. તેના કારણે ડ્રાઇવર સ્ટિયરિંગ પરનો કાબૂ જાળવી શક્યો નહોતો અને વાન ડિવાઇડરમાં અથડાઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે વાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Surat-accidemt

અકસ્માત બાદ શાળા સંચાલન દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી. વાનમાં રહેલા તમામ વિદ્યાર્થીઓને બીજી સ્કૂલવાનમાં બેસાડીને સુરક્ષિત રીતે શાળાએ મોકલવામાં આવ્યા હતા. ઘટનાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ અનેક વાલીઓ પોતાના બાળકોની ચિંતા સાથે અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. બાળકો સુરક્ષિત હોવાની માહિતી મળ્યા બાદ વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતમાં કોઈ ગંભીર જાનહાનિ ન થતાં સૌએ સદનસીબ માન્યું હતું.

આ પણ વાંચો : રાજકોટથી વડોદરા સુધી દંપતિ-પરિણીતા સહીત 3 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું!

આ સમગ્ર ઘટનામાં મુખ્ય કારણ ડ્રાઇવરની અચાનક બગડેલી તબિયત હોવાનું સામે આવ્યું છે. ડ્રાઇવરને ખેંચ આવતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. હાલ ઘટનાને લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ અને તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત રહ્યા, જ્યારે માત્ર બે વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પહોંચી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat School Van School Van Accident Udhna News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ