બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'કાયમી આચાર્યની નિમણૂંક કરો, કેન્ટીનનો કોન્ટ્રાક્ટ રદ્દ કરો' અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલને મોટો આદેશ
Last Updated: 01:59 PM, 12 August 2026
અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલને કાયમી આચાર્યની નિયુક્તીનો આદેશ આપ્યો છે. સાથે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ પણ રદ કરવાનો આદેશ આપ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ ફૂડ વિભાગને સ્કૂલ કેન્ટીનની તપાસ કરવાનો પણ પત્ર લખ્યો છે.
ADVERTISEMENT
આનંક નિકેતન સ્કૂલ કેમ વિવાદમાં આવી?
અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંક નિકેતન સ્કૂલ દ્વારા આપવામાં આવતા ભોજનમાં કાચનો ટુકડો આવ્યો હોવાને લઈ સ્કૂલ વિવાદમાં આવવા પામી છે. સ્કૂલ દ્વારા આ સમગ્ર મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ADVERTISEMENT
વાલીઓએ વિરોધ કર્યો
ADVERTISEMENT
ઘટનાને પગલે કેટલાક વાલીઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરો શાળાએ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે મેનેજમેન્ટ પાસેથી જવાબ માગ્યો હતો. જોકે, વાલીઓ અને VHP કાર્યકરોના જણાવ્યા પ્રમાણે, શાળા મેનેજમેન્ટ તરફથી કોઈ જવાબદાર વ્યક્તિ તેમની સાથે વાત કરવા માટે હાજર થયો નહોતો. વાલીઓએ શાળાની અન્ય વ્યવસ્થાઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. વાલીઓના આક્ષેપ મુજબ, શાળાની કેન્ટિનમાં વાસી ફૂડ આપવામાં આવતું હોવાની ફરિયાદો છે. સાથે જ શાળાના પ્રિન્સિપાલ અથવા વાઇસ પ્રિન્સિપાલ નિયમિત રીતે હાજર ન હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.