ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / નર્મદા તટ પર ચિંતનાથ મહાદેવનું મંદિર, કપિલમુનિએ કરી હતી સાત સ્વયંભૂ શિવલિંગ સ્થાપના

દેવ દર્શન / નર્મદા તટ પર ચિંતનાથ મહાદેવનું મંદિર, કપિલમુનિએ કરી હતી સાત સ્વયંભૂ શિવલિંગ સ્થાપના

Last Updated: 06:30 AM, 27 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચિંતનાથ મહાદેવના મંદિરે સમગ્ર ગુજરાતમાંથી ભાવિકભક્તો શ્રદ્ધા આસ્થા સાથે આવે છે અને મહાદેવજીના તેમની પર સદાય આશીર્વાદ રહે છે.

ADVERTISEMENT

નર્મદા તટ પર ગામેગામ અનેક પ્રસિદ્ધ શિવમંદિરો આવેલા છે. અનેક સ્થાનો પર ઋષિમુનિઓએ તપ કરેલા છે. ભરુચના તવરા ગામે ચિંતનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ ગુજરાતનું એવુ એક જ મંદિર છે, જ્યાં પ્રાચીનકાળમાં કપિલમુનિએ તપ કરી સપ્તલિંગની સ્થાપના કરી હતી. ચિંતનાથ મહાદેવના મંદિરે સમગ્ર ગુજરાતમાંથી ભાવિકભક્તો શ્રદ્ધા આસ્થા સાથે આવે છે અને મહાદેવજીના તેમની પર સદાય આશીર્વાદ રહે છે. ગુજરાતનું એક એવું મંદિર જ્યાં સાત શિવલિંગ સ્વયંભૂ છે સમગ્ર ગુજરાતભરમાંથી મંદિરના દર્શન કરવા મોટી સંખ્યામાં શિવ ભક્તો મંદિરે ઉમટી પડે છે તવરા, જ્યાં કપિલમુનિએ તપ કર્યું હતું તરણેશ્વરનું અપભ્રંશ થઈ તવરા નામ પડ્યું. ચિંતનાથ મહાદેવ મંદિર જ્યાં કપિલ મુનિએ સપ્તલિગની સ્થાપના કરી હતી. નર્મદા સ્નાન કરી સપ્ત શિવલિંગના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિ નો મહિમા રહેલો છે. નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર કહેવાય છે નર્મદા તટ પરના ગામેગામ પ્રસિદ્ધ શિવમંદિરો છે તો અનેક સ્થાનો પર ઋષિઓએ તપ કર્યા હોવાના ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં મળે છે નર્મદા પૂરાંનમાં તરણેશ્વર અને આજે તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલમુનિએ તપ કર્યું હોવાનું કહેવાય છે શાસ્ત્રોમાં કપિલમુનિને શિવસ્વરૂપ દર્શવવામાં આવ્યા છે

D 1

ગુજરાતનું એક જ મંદિર જ્યાં સાત શિવલિંગ સ્વયંભૂ

લોકવાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેઘ ઘાટ પર આવ્યા હતા જ્યાં તેઓ બલિરાજાને ત્યાં રોકાયા હતા ત્યારબાદ તેઓ તવરા ગામે ગયા હતા જ્યાં તેમને તપ કર્યું હતું અહીં તેમને કપિલેશ્વર મહાદેવ ની સ્થાપના કરી સપ્ત શિવલિંગનુ સ્થાપન કર્યું હતું જેમાં શ્રી કપિલેશ્વર મહાદેવ, શ્રી કોટેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની લોકવાયકા છે અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા ચિંતનાથ મહાદેવના નામે ઓળખાય છે. પાવન સલિલામા નર્મદાના તટે તવરા ગામ આવેલું છે અને આ ગામના ચિંતનાથ મહાદેવ મંદિર ખાતે ભકતો દર્શન માટે આવી રહયાં છે. શિવજીની ભકિતનું અનેરૂ મહત્વ છે. ખાસ કરીને પાવન સલિલામા નર્મદાના તટે આવેલાં પૌરાણિક શિવાલયોમાં શ્રધ્ધાળુઓ શિવજીની આરાધના કરે છે. ભાવિકોને ચિંતામાંથી મુક્તિ અપાવતા ચિંતનાથ મહાદેવ પર ગામવાસીઓને અતૂટ શ્રદ્ધા છે.

D 5

આ પણ વાંચો: અમદાવાદમાં બિરાજમાન વૈજનાથ મહાદેવ, 3 શિવલિંગ અને ગણેશજીની બે અલગ-અલગ મૂર્તિના કરો દર્શન

ચિંતનાથ મહાદેવના દર્શન બાદ ચિંતામાંથી મુક્તિ

તવરા ગામના ચિંતનાથ મહાદેવ મંદિરની વાત કરવામાં આવે તો અહીં કપિલમુનિએ તપ કર્યું હતું. તરણેશ્વર નું અપભ્રંશ થઈ ગામનું નામ તવરા નામ પડ્યું છે. નર્મદા સ્નાન કરી સપ્ત શિવલિંગના દર્શનથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની લોકવાયકા છે. ચૈત્ર સુદ ચૌદશના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા છે. ચિંતનાથ મહાદેવના દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા હોવાથી આ મંદિર ચિંતનાથ મહાદેવના નામે ઓળખાય છે. રેવા પુરાણ મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું અને અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જોકે હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે. મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે મંદિર પર ચઢાઇ કરી હતી.ઔરંગઝેબેના સૈન્યે મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતાં તેમાંથી દૂધની ધારાઓ વહી હતી અને ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chintanath Mahadev Narmada Chintanath Mahadev Dev Darshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ