ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / પાલીતાણાના ઘેટી ગામે જીતુ વાઘાણી અને પરષોત્તમ સોલંકી વચ્ચે મુલાકાત થઈ, હર્ષ સંઘવી-હીરા સોલંકી પણ હાજર

ભાવનગર / પાલીતાણાના ઘેટી ગામે જીતુ વાઘાણી અને પરષોત્તમ સોલંકી વચ્ચે મુલાકાત થઈ, હર્ષ સંઘવી-હીરા સોલંકી પણ હાજર

Published By: Vidhata Gothi

Last Updated: 12:30 PM, 15 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલીતાણાના ઘેટી ગામે જીતુ વાઘાણી અને પરસોત્તમ સોલંકી વચ્ચે મુલાકાત થઈ. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા પણ હાજર રહ્યા હતા.

ADVERTISEMENT

Palitana News: પાલીતાણાના ઘેટી ગામે મંત્રી જીતુ વાઘાણી અને પરસોત્તમ સોલંકી વચ્ચે મુલાકાત થઈ. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત એક ખાનગી કાર્યક્રમ દરમિયાન થઈ હતી. આ મુલાકાતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા પણ હાજર હતા. આ પ્રસંગે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી, હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી હળવા મૂડમાં જોવા મળ્યા.

આ મુલાકાતના ફોટો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર શેર કર્યા છે. તેમણે ફોટો સાથે લખેલા કેપ્શન પ્રમાણે, આ મુલાકાત ભાવનગર જિલ્લાના ઘેટી ગામે રમેશભાઈ ખોડાભાઈ મકવાણાના નિવાસસ્થાને થઈ. તેમણે એક્સ પર ફોટો પોસ્ટ કરીને લખ્યું - ઘેટી ગામ, ભાવનગર જિલ્લામાં શ્રી રમેશભાઈ ખોડાભાઈ મકવાણાના નિવાસસ્થાને સાથી મંત્રીશ્રીઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સાથે આત્મીય મુલાકાત કરી.

આ દરમિયાન જીતુ વાઘાણી અને પરસોત્તમ સોલંકી વચ્ચે પણ મુલાકાત થઈ. આ દરમિયાન હાજર નેતાઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.

vtv app promotion

આ પણ વાંચો: પહેલાં વિદ્યાર્થીનું નામ, વચ્ચે પિતાનું નામ અને અંતમાં અટક, બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીના નામ એક જ ફોર્મેટમાં રહેશે

જણાવી દઈએ કે ભાવનગરના પાલીતાણામાં નાનીમળ ગામે કૈલાશધામ મંદિર આશ્રમ ખાતે મહાશિવરાત્રિના પ્રસંગે 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરનો જીર્ણોદ્ધાર સમારોહ યોજાયો હતો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. જીર્ણોદ્ધાર સમારોહમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ ભાઈ સોલંકીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Harsh Sanghavi Parshottam Solanki Jitu Vaghani

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ