ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પહેલાં વિદ્યાર્થીનું નામ, વચ્ચે પિતાનું નામ અને અંતમાં અટક, બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીના નામ એક જ ફોર્મેટમાં રહેશે

ફેરફાર / પહેલાં વિદ્યાર્થીનું નામ, વચ્ચે પિતાનું નામ અને અંતમાં અટક, બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીના નામ એક જ ફોર્મેટમાં રહેશે

Published By: Vidhata Gothi

Last Updated: 11:40 AM, 15 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Board Exam News: બોર્ડની પરીક્ષાને આડે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આવતા અઠવાડિયા સુધીમાં હોલ ટિકિટ આવી જશે. બોર્ડની પરીક્ષામાં પહેલીવાર હોલ ટિકિટ અને પરિણામમાં નામ એક જ ફોર્મેટમાં આવશે.

ADVERTISEMENT

Gujarat Board Exam News: ગુજરાતમાં બોર્ડની પરીક્ષાને આડે ગણતરીના દિવસો બાકી છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થશે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓના નામ લખવાના ફોર્મેટમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે પહેલી વાર એવું થશે કે હોલ ટિકિટ અને પરિણામમાં વિદ્યાર્થીનું નામ એક જ ફોર્મેટમાં લખવામાં આવશે. આ ફેરફારથી વિદ્યાર્થીઓની ઓળખ કરવી સરળ બનશે.

બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે અને આવતા અઠવાડિયે હોલ ટિકિટ આવી જશે. ત્યારે વિદ્યાર્થીઓને આ નવા ફેરફાર સાથે હોલ ટિકિટ આપવામાં આવશે. નક્કી કરવામાં આવેલા નવા ફોર્મેટ પ્રમાણે, હવે સૌથી પહેલા વિદ્યાર્થીનું માં આવશે, વચ્ચે પિતાનું નામ આવશે અને છેલ્લે અટક લખવામાં આવશે. વિદ્યાર્થીનું નામ હોલ ટિકિટ અને પરિણામ બંનેમાં આ જ ફોર્મેટમાં આવશે.

vtv app promotion

અત્યાર સુધી પહેલા અટક લખવામાં આવતી હતી, વિદ્યાર્થીનું નામ વચ્ચે લખાતું હતું અને પછી છેલ્લે વાલીનું નામ આવતું હતું. આ સિવાય વાલીઓ જે રીતે નામ જણાવતા અથવા જન્મના દાખલામાં જે રીતે નામ હોય તે પ્રમાણે નામ લખવામાં આવતું હતું. આના કારણે હોલ ટિકિટ અને પરિણામમાં વિદ્યાર્થીના નામમાં તફાવત જોવા મળતો હતો.

આ પણ વાંચો: અમદાવાદના અસારવાથી ઉદયપુર સિટી સુધી દોડશે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, ગુજરાતને ગિફ્ટ

હવે નામ લખવાના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવતા દરેક વિદ્યાર્થીના નામ હોલ ટિકિટ અને પરિણામ બંનેમાં એક જ ફોર્મેટમાં લખાશે. આ ફેરફારથી વિદ્યાર્થીની ઓળખ કરવી સરળ બનશે અને કોઈ પ્રકારની મૂંઝવણ રહેશે નહીં. સાથે જ આવતા અઠવાડિયા સુધીમાં હોલ ટિકિટ જાહેર કરી દેવામાં આવશે. એ પછી શાળાઓ પોતાનું કાગળ કામ પૂરું કરીને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપશે, જેથી વિદ્યાર્થીઓ તેમનું પરીક્ષા કેન્દ્ર અને બીજી વિગતો જોઈ શકે. જો હોલ ટિકિટમાં નામમાં ફેરફાર હશે તો વિદ્યાર્થી સ્કૂલને જાણ કરીને તેમાં ફેરફાર કરાવી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Board Exam Name Format board Exam Hall Ticket Gujarat Board Exam

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ