ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: ધારીના હુડલી ગામ નજીક સાત સિંહોએ પાણીના અવેડા પર તરસ છીપાવી, 'સિંહોના ટોળા ન હોય' કહેવત ખોટી
Last Updated: 02:58 PM, 15 February 2026
ADVERTISEMENT
ધારી ગીર પંથકના ગામડાઓમાં સિંહોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ધારીના હુડલી ગામ નજીક 7 સિંહોનું ટોળું જોવા મળ્યો. સાત સાત સિંહોએ વાડીના પાણીના અવેડા પર પહોંચી તરસ છીપાવી. આ દુર્લભ દ્રશ્યનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ દ્રશ્યે "સિંહોના ટોળા ન હોય" તેવી કહેવત ફરી ખોટી પુરવાર ઠરી છે. સિંહો સામાન્ય રીતે એકલા કે નાના જૂથમાં જોવા મળે છે, પરંતુ સાત સિંહો એક સાથે હોવાનું દુર્લભ દ્રશ્ય છે.
ADVERTISEMENT
હુડલી ગામ નજીકના વિસ્તારમાં એક વાડીમાં પાણીના અવેડો પર સાત સિંહોનું ટોળું પાણી પીવા માટે પહોંચ્યો. સિંહોએ શાંતિથી પાણી પીધું અને પછી ત્યાંથી નીકળી ગયા હતા. આ સમગ્ર દ્રશ્ય નજીકમાં રહેતા સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું.
ADVERTISEMENT
ધારીના હુડલી ગામ નજીક સાત સિંહોએ પાણીના અવેડા પર તરસ છીપાવી, સિંહોના ટોળા ન હોય કહેવત ખોટી પડી#lion #gir #dhari #girlion #vtvdigital pic.twitter.com/XTbeRDLUYr
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 15, 2026
ADVERTISEMENT

ગીર અને તેની આસપાસના ગામડાઓમાં સિંહો વારંવાર જોવા મળે છે. સ્થાનિક લોકો સિંહો સાથે સહઅસ્તિત્વ જાળવી રહ્યા છે. વન વિભાગ સતત સિંહોની હિલચાલ પર નજર રાખે છે અને જરૂર પડે ત્યારે સ્થાનિક લોકોને માર્ગદર્શન આપે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.