ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતભરમાં બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણોનો સફાયો, અસામાજિક તત્વોમાં ફફડાટ
Last Updated: 04:38 PM, 10 June 2025
ADVERTISEMENT
રાજ્યભરમાં અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી રહ્યા છે. આરોપીઓ સામેની બુલડોઝર કાર્યવાહી યથાવત છે, ત્યારે અમદાવાદ સહિતના રાજ્યના શહેરોમાં આરોપીઓએ કરેલા ગેરકાયદે બાંધકામ તોડી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
નઝીર વોરાનુ ઝુબેદા હાઉસ તોડી પડાયું
ADVERTISEMENT
અમદાવાદમાં કુખ્યાત આરોપી નઝીર વોરાએ જુહાપુરામાં દબાણ કરેલા 3,292 ચોરસ મીટરના પ્લોટમાં ડિમોલિશન કરાયું અને નઝીર વોરાનુ ઝુબેદા હાઉસ તોડી પડાયું છે. 12 વર્ષથી નઝીર વોરાએ આ પ્લોટ પર કબજો કર્યો હતો, જેને ખાલી કરાવાયો છે. આણંદમાં પણ પોલીસે દબાણકારો પાસેથી 600 ગુંઠા જમીન મુક્ત કરાવી, અહીં 250થી વધુ કાચા અને પાકા દબાણો હટાવવામાં આવ્યા છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: કમોસમી વરસાદનો દોર પુરો થતા ગુજરાતમાં ફરી કાળઝાળ ગરમી , જાણો ચોમાસાને લઇને હવામાન વિભાગે શું આપી અપડેટ
મેગા ડિમોલિશન કામગીરી
ADVERTISEMENT
ભાવનગરમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન કામગીરી કરી, જ્યાં ધોબી સોસાયટીથી બોરતળાવ સુધીના દબાણો હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કચ્છના અંજારમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્ચા છે. કચ્છમાં આરોપી મુસ્તાકે સરકારી જમીન પર બનાવેલું મકાન જમીનદોસ્ત કરવામાં આવ્યું છે તેમજ જૂનાગઢના સુખનાથ ચોકમાં ગેરકાયદે બાંધકામ કરીને બનાવાયેલી પાનની દુકાનને તોડી પાડવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.