બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 24 કલાક બાદ આસમાને જશે તાપમાનનો પારો, અમદાવાદીઓ એલર્ટ રહેજો!

આગાહી / 24 કલાક બાદ આસમાને જશે તાપમાનનો પારો, અમદાવાદીઓ એલર્ટ રહેજો!

Last Updated: 04:20 PM, 21 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ હાલ ઉત્તર પશ્ચિમ-ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે ત્યારે 24 કલાક બાદ 2થી 3 ડીગ્રી તાપમાન વધવાની શક્યતા છે.

રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. 24 કલાક બાદ તાપમાન વધતા ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ હાલ ઉત્તર પશ્ચિમ - ઉતરના પવન ફૂંકાઇ રહ્યા છે ત્યારે 24 કલાક બાદ 2થી 3 ડીગ્રી તાપમાન વધવાની શક્યતા છે. એક વેસ્ટર્ન ડીસ્ટર્બન સક્રિય થશે જેના કારણે તાપમાન વધશે

download-22-8.width-800

અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા

આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહતમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37.4 નોંધાયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, 21 માર્ચ પછી ક્યાંક વાદળો આવવાની સાથે વરસાદી છાંટા થઈ શકે છે. જેના કારણે મહત્તમ તાપમાન ઘટશે અને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. જૂનાગઢના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં, ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વાદળો આવશે. કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ રહેશે. આ વખતે હોળી આસપાસથી હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેશે.

Weather update

આ પણ વાંચો: અમદાવાદમાં 13 વર્ષની સગીરાએ તો વલસાડમાં ST ચાલકે 2 લોકોને હંફાવ્યા, એકનું મોત, જુઓ CCTV

ગરમીથી બચવા એટલું અવશ્ય કરો

તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heat Forecast Gujarat Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ