બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 13 વર્ષની સગીરાએ તો વલસાડમાં ST ચાલકે 2 લોકોને હંફાવ્યા, એકનું મોત, જુઓ CCTV

મોટા સમાચાર / અમદાવાદમાં 13 વર્ષની સગીરાએ તો વલસાડમાં ST ચાલકે 2 લોકોને હંફાવ્યા, એકનું મોત, જુઓ CCTV

Last Updated: 02:48 PM, 21 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં રાજ્યમાં બે ગંભીર અકસ્માત સર્જાયા હતા. જેમાં અમદાવાદ અને વલસાડમાં સર્જાયેલ આ અકસ્માતોમાં એકનું મોત નિપજ્યું હતું.

રાજ્યમાં અકસ્માતની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરી મનફાવે તેમ વાહનો ચલાવવાના લીધે દિવસે-દિવસે અકસ્માતની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટના વલસાડના ધરમપુર ચોકડી પાસે બની. ST ચાલકે બાઈકચાલક યુવકને અડફેટે લીધો. બસની ટક્કરથી યુવક સામેથી આવતાં વાહન સામે પટકાયો, જો કે રાહતની વાત એ છે કે, અકસ્માતમાં યુવકનો જીવ બચી ગયો છે. સ્થળ પર હાજર એક મહિલાએ યુવકને CPR આપી હાજર લોકોએ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે.

બીજી તરફ અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવકનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ 13 વર્ષની સગીરા XUV કાર ચાલકે અકસ્માત કર્યો હતો. જેમાં કુબેરનગરમાં વિસ્તારમાં અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં XUV કારે એક્ટિવાચાલકને અડફેટે લેતા કમલેશ નૈનાની નામના યુવકનું મોત નિપજ્યું છે. ત્યારે આ ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી. જેને લઇ ટ્રાફિક જી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: કોડીનારના માઢવાડ બંદરે મોટી દુર્ઘટના, બોટ લઈને દરિયામાં નાહવા ગયેલા બે યુવાનો ડૂબ્યા

ઉઠ્યા સવાલો

  • સગીરાને કાર ચલાવવા કોણે આપી?
  • XUV જેવી કાર પ્રોફેશનલ ડ્રાઈવર ચલાવી શકે, તેમ છતાં સગીરાને કાર ચલાવવા કેમ આપી?
  • ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Valsad accident Accident incident Ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ