ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાળીમાં દારૂ પીધો તો આવી બન્યું, પોલીસે બનાવ્યો દારૂડિયાઓને પકડવાનો એક્શન પ્લાન

ગુજરાત / દિવાળીમાં દારૂ પીધો તો આવી બન્યું, પોલીસે બનાવ્યો દારૂડિયાઓને પકડવાનો એક્શન પ્લાન

Published By: Nidhi Panchal

Last Updated: 01:59 PM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીની ઉજવણી વચ્ચે દારૂ પીને વાહન ચલાવનારાઓની હવે ખેર નથી! અમદાવાદ પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કિસ્સા રોકવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

ADVERTISEMENT

દિવાળીના તહેવારની ઉજવણીના રંગમાં ભંગ ન પડે અને દારૂ પીને વાહન હંકારતા નબીરાઓ નિર્દોષ લોકોના જીવ ના લે તે માટે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન દારૂ પીને વાહન હંકારવાના કિસ્સાઓમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે ખાસ તૈયારી કરી છે. શહેરમાં ટ્રાફિક પોલીસ પાસે ઉપલબ્ધ ૭૦૦થી વધુ બ્રેથ એનેલાઈઝર હવે નશામાં વાહન હંકારતા ચાલકો માટે મુશ્કેલી ઊભી કરશે. શહેરનાં નાનાં-મોટાં જંક્શન પર તહેનાત ટ્રાફિક પોલીસ શંકાસ્પદ વાહનચાલકોને રોકીને તેમણે દારૂ પીધો છે કે નહીં તેની તપાસ કરશે. તપાસમાં દારૂ પીધેલા હોવાનું સામે આવશે તો વાહનચાલક વિરુદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધવામાં આવશે.

police

દિવાળીના તહેવારની લોકો પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરતા હોય છે. અનેક લોકો રાતના સમયે પાર્ટીઓ અને મેળાવડામાં જતા હોય છે. આવી ઉજવણી દરમિયાન કેટલાક લોકો દારૂનું સેવન કર્યા બાદ પણ વાહનનું સ્ટિયરિંગ પકડતા હોય છે. નશાની હાલતમાં વાહન ચલાવવાથી વાહન પરનું નિયંત્રણ ગુમાવવાની શક્યતા વધી જાય છે. આવા બેદરકાર વાહનચાલકોના કારણે રસ્તા પરથી પસાર થતા નિર્દોષ રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે. દારૂના નશામાં વાહન ચલાવવાથી સર્જાતા અકસ્માતોમાં અનેક પરિવારોને પોતાનાં સ્વજનો ગુમાવવાનો વારો આવે છે.

કારના ચાલક વિરલ ચૌધરીએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો

તાજેતરમાં જ નિકોલ વિસ્તારમાં ફોર્ચ્યુનર કારના ચાલક વિરલ ચૌધરીએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટનાએ ફરી એક વાર શહેરના રસ્તાઓ પર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના જોખમને ઉજાગર કર્યું છે. એક વાહનચાલકની બેદરકારીના કારણે ચાર લોકોના પરિવાર પર કેવી આફત આવી શકે છે તેનું આ ઘટના ઉદાહરણ બની છે.

ટ્રાફિક પોલીસે બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરવાની તૈયારી

આવી ઘટના ફરીથી ના બને અને દારૂ પીને વાહન હંકારતા ચાલકોને શરૂઆતમાં જ પકડી શકાય તે માટે ટ્રાફિક પોલીસે બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરવાની તૈયારી કરી છે. પોલીસ પાસે ૭૦૦થી વધુ બ્રેથ એનેલાઈઝર ઉપલબ્ધ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસના જવાનો વાહનચાલકો પર નજર રાખશે. ખાસ કરીને શંકાસ્પદ રીતે વાહન ચલાવતા ચાલકોને રોકીને બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરવામાં આવશે. આ તપાસમાં દારૂ પીધો હોવાનું જણાશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

અવરજવર વધવાની સાથે મોડી રાત સુધી લોકોની ચહલપહલ

દિવાળીના તહેવારમાં શહેરના રસ્તાઓ પર વાહનોની અવરજવર વધવાની સાથે મોડી રાત સુધી લોકોની ચહલપહલ રહેતી હોય છે ત્યારે પોલીસનું ધ્યાન માત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પૂરતું નહીં, પરંતુ નશાની હાલતમાં વાહન હંકારતા લોકો સામે કાર્યવાહી કરવા તરફ પણ રહેશે. ૭૦૦થી વધુ બ્રેથ એનેલાઈઝર સાથે પોલીસની આ તૈયારીનો મુખ્ય હેતુ દારૂ પીને વાહન ચલાવતા લોકોને રોકવાનો અને અકસ્માતોની શક્યતા ઘટાડવાનો છે.

શું છે પોલીસની રણનીતિ?

■ ટ્રાફિક પોલીસ પાસે ૭૦૦થી વધુ બ્રેથ એનેલાઈઝર ઉપલબ્ધ

■ શહેરનાં નાનાં-મોટાં ટ્રાફિક જંક્શન પર શંકાસ્પદ વાહનચાલકોનું ચેકિંગ

■ દારૂ પીધો હોવાની શંકા જણાય તો સ્થળ પર જ બ્રેથ એનેલાઈઝરથી તપાસ

■ તપાસમાં દારૂ પીધેલો હોવાનું સામે આવશે તો ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાશે

■ દિવાળીના તહેવાર દરમિયાન નશામાં વાહન હંકારતા ચાલકો પર પોલીસની ખાસ નજર

આ પણ વાંચો : દિવાળી અને છઠ પૂજાને લઈ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ભીડ, બિહાર-UP જતી ટ્રેનોમાં ભારે ધસારો

વિરલ ચૌધરી િબયર ક્યાંથી લાવ્યો હતો તેની ભાળ મેળવાશે

નિકોલમાં ફોર્ચ્યુનર કારથી બે લોકોનો ભોગ લેનારા વિરલ ચૌધરી સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બની છે. અકસ્માતના બનાવમાં વિરલ વિરુદ્ધ બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા હતા જેમાં એક કેસ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જ્યારે બીજો કેસ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. અકસ્માતમાં ત્રણ નિર્દોષ લોકોનાં મોત થતાં પોલીસે આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત નશાની હાલતમાં વાહન ચલાવીને ગંભીર અકસ્માત સર્જવાના મામલે વિરલ ચૌધરીનું ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવશે. આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા સંબંધિત વિભાગને જાણ કરીને લાઈસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સામાન્ય રીતે દારૂ પીને વાહન ચલાવવાના કિસ્સામાં માત્ર ગુનો નોંધવા પૂરતી કાર્યવાહી થતી નથી, પરંતુ વાહનચાલકના ડ્રાઈવિંગ લાઈસન્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે. આ ઘટનામાં વિરલ કયા બુટલેગર પાસેથી બિયરનો જથ્થો લાવ્યો હતો તેની પણ તપાસ પોલીસ કરી રહી છે. આવનારા દિવસમાં બુટલેગર વિરુદ્ધ પણ કાર્યવાહી થાય તેવી પણ શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Breath Analyzer Drink and Drive Ahmedabad Police

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ