ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat health department coronavirus 6 July 2020 update Gujarat

ચિંતા / રાજ્યમાં ફરી વખત કોરોનાના એક દિવસના કેસનો રેકોર્ડ તૂટ્યો, સુરતમાં ઍક્ટિવ કેસ ચોંકાવનારા

Published By: Kavan

Last Updated: 07:24 PM, 6 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 735 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 36,858 પર‬ પહોંચ્યો છે.

ADVERTISEMENT

  • રાજ્યમાં ફરી વખત કોરોનાના એક દિવસના કેસનો રેકોર્ડ તૂટ્યો
  • સુરતમાં ઍક્ટિવ કેસ ચોંકાવનારા

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 423 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 26,323 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 17 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,962‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. 

સતત ત્રીજા દિવસે ગુજરાતમાં નોંધાયા 700થી વધુ કેસ 

ઉલ્લેખનીય છે કે, અનલૉક-1.0 બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક-1.0 બાદ આજે સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક કેસ 735 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે રાજ્યમાં 712 કેસ નોંધાયા હતા તો ગઇકાલે 725 કેસ અને આજે 735 કેસ નોંધાયા છે.

કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું 

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 241 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 207 અને સુરત જિલ્લામાં 40 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 6,209 પર પહોંચ્યો છે. 

હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 183‬‬‬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 168 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 22,075 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 240‬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,965 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 7 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1491‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3619 એક્ટિવ કેસ છે.

રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની વિગત

06/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 183
સુરત 241
વડોદરા 65
ગાંધીનગર 17
ભાવનગર 35
બનાસકાંઠા 24
આણંદ 1
રાજકોટ 21
અરવલ્લી 2
મહેસાણા 12
પંચમહાલ 8
બોટાદ 2
મહીસાગર 2
ખેડા 9
પાટણ 3
જામનગર 7
ભરૂચ 18
સાબરકાંઠા 8
ગીર સોમનાથ 2
દાહોદ 5
છોટા ઉદેપુર 3
કચ્છ 11
નર્મદા 0
દેવભૂમિ દ્વારકા 0
વલસાડ 13
નવસારી 8
જૂનાગઢ 15
પોરબંદર 0
સુરેન્દ્રનગર 5
મોરબી 4
તાપી 4
ડાંગ 0
અમરેલી 7

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 22075 16965 1491 3619
સુરત 6209 4109 188 1912
વડોદરા 2633 1855 51 727
ગાંધીનગર 736 546 32 158
ભાવનગર 373 156 13 204
બનાસકાંઠા 252 166 12 74
આણંદ 247 211 13 23
રાજકોટ 430 163 12 255
અરવલ્લી 229 182 22 25
મહેસાણા 329 162 13 154
પંચમહાલ 216 154 16 46
બોટાદ 104 69 3 32
મહીસાગર 154 119 2 33
ખેડા 217 135 12 70
પાટણ 248 129 17 102
જામનગર 279 148 5 126
ભરૂચ 314 159 10 145
સાબરકાંઠા 209 131 8 70
ગીર સોમનાથ 91 50 1 40
દાહોદ 79 46 1 32
છોટા ઉદેપુર 64 42 2 20
કચ્છ 195 109 6 80
નર્મદા 95 78 0 17
દેવભૂમિ દ્વારકા 27 20 2 5
વલસાડ 229 71 5 153
નવસારી 153 75 2 76
જૂનાગઢ 185 64 4 117
પોરબંદર 21 13 2 6
સુરેન્દ્રનગર 200 109 8 83
મોરબી 43 19 1 23
તાપી 25 8 0 17
ડાંગ 4 4 0 0
અમરેલી 105 48 7 50
અન્ય રાજ્ય 88 8 1 79
TOTAL 36858 26323 1962 8573

 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Gujarat health department coronavirus in Gujarat gujarat કોરોના વાયરસ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ