બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આ દિવાળી પ્રવાસીઓને એક મહત્વની ભેટ મળવાની છે હાલમાં કેવડિયા કોલોનીમાં તળાવ નંબર 3 અને 2 વચ્ચે જાળી મુકીને ત્યાના રૂટનું સમારકામ શરુ થઈ ગયુ છે. રૂટ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે. આ જાળી મહીસાગરમાંથી મગરને આવતા રોકવા માટે મુકાઈ રહી છે.
તળાવ નં. 2થી 3 તરફ જવાનો રસ્તો બંધ
તળાવ નં-૨ થી તળાવ નં-૩ તરફ જવા અંગેનો રૂટ 21 મી સપ્ટેમ્બર19 સુધી સંપૂર્ણ બંધ રહેશે. આ સી-પ્લેન ની સુવિધા પ્રવાસીઓ માટે 1 મહિનામાં શરૂ કરવામાં આવશે જે સીપ્લેન તળાવ નંબર 3 ખાતે ઉતરણ કરશે. સી પ્લેન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ નો પ્રવાસીઓ ને નજારો બતાવવા આવશે.
ADVERTISEMENT
સી- પ્લેન માટે જોઈતુ પાણી સાબરમતીમાં છે?
સી-પ્લેન માટે કેવડિયા પરફેક્ટ છે પણ શું સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાયમી સી પ્લેન ઉડ્ડયન કરી શકશે? એ એક પ્રશ્ન છે. કારણ કે, સાબરમતીમાં પાણી હોતુ નથી અને જે પાણી હોય છે તે અનિયમિત હોય છે અથવા તો નર્મદામાંથી જ ઠલવાયેલું હોય છે.
ADVERTISEMENT
સી- પ્લેનની ટીકીટ શું હશે?
સી- પ્લેન માટે સરકાર કરોડો રૂ. ખર્ચી રહી છે ત્યારે લોકોમાં એ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે . સી- પ્લેનની ટીકીટ શું રાખવામાં આવશે. ટીકીટના દર 1000ની આસપાસના હોવાનું કહેવાઈ રહ્યુ છે. જો કે, પ્લાન સફળ રીતે પાર પડે પછી જ ખબર પડશે કે, સી- પ્લેનની ટીકીટ કેટલી છે.
ADVERTISEMENT
કઈ કઈ જગ્યાએ સી પ્લેન શરૂ કરવાના હતા પ્લાન
ગુજરાત અને અન્ય રાજ્યના શહેરની કનેક્ટિવિટી માટેના બીજા 13 રૂટ પર ફ્લાઈટ શરૂ કરવાની કામગીરી પણ આકાર લઈ રહી છે.
ભૂતકાળમાં રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, અમદાવાદથી ઓઝાર(નાસિક)ની ફ્લાઈટ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે. જે અંતર્ગત સી પ્લેન સહિત વિવિધ 13 રૂટ પર ફ્લાઈટ શરૂ કરવા માટે તારીખ 28 જાન્યુઆરી સુધીમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવાનું પણ નક્કી કરવાની વાત હતી. અમદાવાદથી શિરડી, શનિ-શિંગણાપુર, ત્રંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળો પર જવા માટે અમદાવાદથી ઓઝાર(નાસિક) જવા માટે 70 મુસાફરની ક્ષમતાવાળી ફ્લાઈટ તારીખ 13 ફેબ્રુઆરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ફ્લાઈટમાં કેન્દ્ર સરકારની રિજનલ એર કનેક્ટિવિટી યોજના હેઠળ ટીકિટના દર રૂપિયા 2060 રહેશે તેવી પણ જાહેરાત હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.