ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર, સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે યોજી CM-Dy.CM સાથે બેઠક

ગાંધીનગર / છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર, સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે યોજી CM-Dy.CM સાથે બેઠક

Published By: Priykant Shrimali

Last Updated: 03:01 PM, 5 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah Gujarat Visit : અમિત શાહ અમદાવાદના કાર્યક્રમ પછી મહાત્મા મંદિર જવાના હતા, પરંતુ છેલ્લી ક્ષણે કાર્યક્રમમાં ફેરફાર કરીને તેઓ સીધા ગાંધીનગર સર્કિટ હાઉસમાં આવી પહોંચ્યા, જાણો શું છે કારણ ?

ADVERTISEMENT

Amit Shah Gujarat Visit : ગાંધીનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. જોકે અમદાવાદ જવાને બદલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે અચાનક પહોંચ્યા હતાં અને ત્યાં તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

અચાનક કેમ બદલાયો પ્લાન ?

અમિત શાહ અમદાવાદના કાર્યક્રમ પછી મહાત્મા મંદિર જવાના હતા, પરંતુ છેલ્લી ક્ષણે કાર્યક્રમમાં ફેરફાર કરીને તેઓ સીધા ગાંધીનગર સર્કિટ હાઉસમાં આવી પહોંચ્યા હતા. તેમની આ અચાનક મુલાકાતને કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળોનો માહોલ સર્જાયો છે.

આ બેઠક દરમિયાન રાજ્યના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની માહિતી મળી રહી છે. જોકે બેઠકમાં શું ચર્ચાયું તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી આ બેઠકને રાજ્યની આગામી રાજકીય ગતિવિધિઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ત્રણ દિવસમાં વિકાસના અનેક ઉપક્રમોનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 5 થી 7 ડિસેમ્બર 2025 દરમિયાન ત્રિદિવસીય ગુજરાત પ્રવાસે છે, જેમાં તેઓ ગાંધીનગરથી લઈને અમદાવાદ અને બનાસકાંઠા સુધીના વિવિધ વિસ્તારોમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ લોકો સાથે સીધો સંવાદ પણ કરશે અને અનેક મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે.

5 ડિસેમ્બર : ગાંધીનગરમાં લોકાર્પણો

પ્રવાસના પ્રથમ દિવસે અમિત શાહ ગાંધીનગરમાં કોર્પોરેશનના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ. શહેરમાં વિવિધ તળાવો, બગીચાઓ અને સરકારી સુવિધાઓના ઉદ્ધાટન કાર્યક્રમો યોજાશે. સાથે જ તેઓ લોકો સાથે સીધો સંવાદ કરશે અને શહેરના વિકાસ માટે નવી દિશા આપશે.

6 ડિસેમ્બર : બનાસકાંઠામાં ડેરી ઉદ્યોગના વિકાસને વેગ

પ્રવાસના બીજા દિવસે અમિત શાહ બનાસકાંઠાના પ્રવાસે રહેશે. અહીં તેઓ બનાસ ડેરીના વિવિધ નવનિર્મિત પ્લાન્ટનું લોકાર્પણ કરશે. તેઓ ડેરીના કાર્ય પરિચય માટે પ્લાન્ટની મુલાકાત પણ લેશે.

આ પણ વાંચો : 10-20 નહીં, ગુજરાતમાંથી 53 લાખ મતદારોના નામ કપાશે? સાડા 3 લાખ તો ખાલી રિપીટ

7 ડિસેમ્બર : અમદાવાદીઓને મળશે વિકાસભેટ

પ્રવાસના અંતિમ દિવસે અમિત શાહ અમદાવાદ શહેરમાં અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. શહેરની વિવિધ જગ્યાઓ પર વિકાસ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યા છે, જેમાંથી મુખ્ય આ પ્રમાણે છે.

  • થલતેજમાં 861 EWS આવાસનું લોકાર્પણ
  • સરખેજ અને બોડકદેવ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ
  • ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન
  • સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ
  • નવીન વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ
  • નવા વાડજમાં 350 EWS આવાસનું લોકાર્પણ
  • ગોતામાં મોટા પાયે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Harsh Sanghvi Amit Shah

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ