બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત બન્યું અગન ભઠ્ઠી, મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલી ગરમી

ઉનાળો / ગુજરાત બન્યું અગન ભઠ્ઠી, મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલી ગરમી

Published By: Dinesh Chaudhary

Last Updated: 04:45 PM, 27 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે, આકરી ગરમીને લઈને લોકો પણ અકળાયા છે

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. આકરી ગરમીને લઈને લોકો પણ અકળાયા છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીમાં હજુ પણ વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

hit-1.width-800

આજનું તાપમાન

રાજકોટમાં 44, અમદાવાદમાં 41 ડિગ્રી જ્યારે વડોદરામાં 41 અને સુરતમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 43, સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી અને ભુજમાં 43, ભાવનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઈડરમાં 42, પાલનપુરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે 30 એપ્રિલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, 10 અને 11 મે સુધીમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. સાથો સાથ બાગાયતી પાકોમાં પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં આંધી-વંટોળ આવવાની સંભાવના પણ તેમને વ્યક્ત કરી છે.

ગરમીથી બચવા એટલું અવશ્ય કરો

તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.

આ પણ વાંચો: VIDEO : શહેરમાં લુખ્ખાતત્વોને નથી કાયદાનો ડર, 10,000ની લેતીદેતીમાં યુવકને પટ્ટાથી માર માર્યો

આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ

  • ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
  • ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
  • ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
  • ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
  • તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
  • હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
  • બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
  • હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
  • બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
  • તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Heat Forecast Gujarat Weather Update

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ