ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / મુખ્યમંત્રી અમૃતમ માટે 3472 કરોડની ફાળવણી, કનુ દેસાઈએ કહ્યું- 68 લાખ લોકોએ કેશલેસ સારવારનો લાભ

ગુજરાત બજેટ 2026 / મુખ્યમંત્રી અમૃતમ માટે 3472 કરોડની ફાળવણી, કનુ દેસાઈએ કહ્યું- 68 લાખ લોકોએ કેશલેસ સારવારનો લાભ

Published By: Vidhata Gothi

Last Updated: 01:51 PM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Budget 2026: આજે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત બજેટ 2026 રજૂ કર્યું. બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના) માટે 3472 કરોડની ફાળવણી કરવામાં આવી.

ADVERTISEMENT

Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કર્યું. આ બજેટમાં GYAN મોડેલ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ માટે ઘણી જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં આવાસ યોજના, આંગણવાડી કેન્દ્રો તથા 5 નવી GIDC બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત બજેટમાં નારીશક્તિ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

નાણામંત્રી કનુ દેસાઈએ બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના) માટે 3472 કરોડની ફાળવણી કરી. તેમણે જણાવ્યું કે 'પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)' યોજના હેઠળ 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કરાયો છે. જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે.'

ઉલ્લેખનીય છે કે કનુભાઈ દેસાઈએ નાણાં મંત્રી તરીકે સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કર્યું છે. નોંધનીય છે કે, ગત વર્ષ 2025-26 માટે રાજ્યનું બજેટ 3.70 લાખ કરોડ રૂપિયાનું હતું. કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને તેમની પ્રશાસકીય અનુભૂતિ અને સરકારના વિશ્વાસને દર્શાવે છે. બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ રાજ્યના આવનારા વર્ષના વિકાસનો રોડમૅપ પણ છે.

vtv app promotion

જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના વર્ષ 2026-27ના બજેટ રજૂ થાય એ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહી કે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે વિધાનસભામાં બજેટ રજૂ કરશે અને આ બજેટ ગુજરાતને વધુ મજબૂત બનાવનાર સાબિત થશે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે અને તે જ દિશામાં ગુજરાત પણ "વિકસિત ગુજરાત"ના વિઝન સાથે પ્રગતિ કરી રહ્યું છે.

આ પણ વાંચો: C/ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજના માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ, ગુજરાત બજેટમાં એલાન

તેમણે ઉમેર્યું કે આ બજેટ રાજ્યના સર્વાંગી વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, કૃષિ અને કલ્યાણકારી યોજનાઓને નવી દિશા આપશે. રાજ્યની આર્થિક મજબૂતી અને જનકલ્યાણને પ્રાથમિકતા આપતું આ બજેટ ગુજરાતના વિકાસયાત્રામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Budget 2026 LIVE Updates Gujarat Budget 2026 Maa Amrutam Scheme

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ